Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

ગોહિલવાડ પંથકમાં અડધાથી એક ઇંચ વરસાદ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા)ભાવનગર તા.૫: ભાવનગર જિલ્લામાં હળવા ભારે ઝાપટા થી લઈ અડધાથી એક ઈંચ વરસાદ પડ્‍યો છે. ગોહિલવાડ પંથકમાં વરસાદી માહોલ જળવાઇ રહ્યો છે.
જિલ્લાના જેસર માં એક ઇંચથી વધુ વરસાદ પડયો છે જયારે મહુવામાં એક ઈચ વરસાદ પડ્‍યો છે. ભાવનગર શહેરમાં પોણો ઈચ જેટલો વરસાદ પડયો છે. જયારે જિલ્લાના અન્‍ય તાલુકાઓમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન દરમિયાન ભાવનગર જિલ્લાના જેસરમાં ૩૦ મી.મી. ગારિયાધારમાં ૫ મી.મી. તળાજામાં ૨૦ મી.મી. પાલીતાણામાં ૫ મી.મી. ભાવનગર શહેરમાં ૨૦ મી.મી.મહુવામાં ૨૨ મી.મી.અને શિહોરમાં ૧૦ મી.મી. વરસાદ નોંધાયો છે.

 

(11:08 am IST)