Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

ગીર સોમનાથ જિલ્લામાં ૧,૩૮,૮૧૭ હેકટરમાં મગફળી - કપાસનું વાવેતર

અષાઢી બીજથી મેઘરાજાએ હેત વરસાવતા સર્વત્ર વાવણી કાર્ય

(મીનાક્ષી ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ તા. ૫ : સમગ્ર ગીર-સોમનાથ જિલ્લામાં જૂન માસ અંતે અને અષાઢી બીજ વાવણી લાયક વરસાદ થતાં ભીની માટીમાં ખેડૂતોએ મન મુકીને વાવણી કરી છે. અને આગોતરા વાવણી કરનાર ખેડૂતોના ખેતરમાં કુણી-કુણી કોપળો લીલીછમ લહેરાઇ રહી છે.
ગીર-સોમનાથ જિલ્લા ખેતીવાડી અધિકારી હરેશભાઇ લાલવાણી કહે છે. સમગ્ર જિલ્લામાં ૧,૩૮,૮૧૭ હેકટરમાં વાવેતર થયેલ છે. જેમાં જિલ્લાના છ તાલુકાઓમાં ૮૪૭૫૨ હેકટરમાં મગફળી અને ૧૮૩૫૯ હેકટરમાં કપાસ તથા ૨૧૭૩૮ હેકટરમાં સોયાબીનનું વાવેતર થયેલ છે.
મગફળી વાવેતરમાં કોડીનાર મોખરે  જ્‍યાં સૌથી વધુ ૨૦૯૫૦ હેકટરમાં વાવેતર થયું છે. વેરાવળ ૧૭૧૦૦, સુત્રાપાડા ૧૫૫૦૨, ગીરગઢડામાં ૯૭૦૦, તાલાલા ૬૫૦૦, ઉના ૧૫૦૦૦માં કુલ ૮૪૭૫૨ હેકટરમાં વાવેતર થયું છે.
કપાસમાં ઉના ૯૫૦૦, ગીર-ગઢડા ૭૨૦૦, ૧૩૮૦ કોડીનાર, ૨૧૪ સુત્રાપાડા, વેરાવળ ૬૫ કુલ ૧૮૩૫૯ હેકટરમાં અને જિલ્લા કુલ વાવેતરમાં ઉના ૩૦૯૬૦, કોડીનાર ૨૮૩૫૦, ગીરગઢડા ૨૬૧૯૦, સુત્રાપાડા ૨૦૦૩૭, તાલાલા ૧૨૧૬૦, વેરાવળ ૨૧૧૨૦ કુલ ૧૩૮૮૧૭ તથા અન્‍ય વાવેતર સમગ્ર જિલ્લામાં ડાંગર ૯, બાજરી ૨૮૬, મગ ૧૧૫, અડદ ૧૦૦, તલ ૫, સોયાબીન ૨૧૭૩૮, શાકભાજી ૨૮૯૩, ઘાસચારો ૧૦૫૬૦ હેકટરનો સમાવેશ થાય છે.

 

(10:54 am IST)