Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

ગ્રામીણ ક્ષેત્રે દીકરીઓ વધુમાં વધુ શિક્ષણ અને સ્‍કીલ મેળવીને આત્‍મનિર્ભર બને : ડો. નિમાબેન આચાર્ય

માદરે વતન કચ્‍છના ગ્રામ્‍ય વિસ્‍તારમાં મહિલાઓને શિક્ષિત અને સ્‍વનિર્ભર બનાવવા માટે મહિલા કોલેજ સાથે સ્‍કીલ કોલેજનો પ્રારંભ : કોમલભાઇ અને મંદાબેન સાવલાનો માંડવીના બિદડા ગામે અનોખો સેવાયજ્ઞ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૫ : માંડવી તા.ના બિદડા ગામે નવનીત ચંદ્રવલ્લભ મહિલા આર્ટસ કોલેજ અને પાન વલ્લભ સ્‍કીલ કોલેજનું ઉદ્‌ઘાટન વિધાનસભાના અધ્‍યક્ષ ડો. નિમાબેન આચાર્યની અધ્‍યક્ષતામાં યોજાયું હતું.

આ પ્રસંગે ડો. નીમાબેન આચાર્યએ જણાવ્‍યું હતું કે, મહિલાઓ શિક્ષણ મેળવી સ્‍કિલ ડેવલોપમેન્‍ટ દ્વારા આત્‍મનિર્ભર બને તે માટે દ્રઢ નિર્ધાર સાથેᅠ આપણે કટિબદ્ધ બનીએ.ᅠ તેમણે જણાવ્‍યું હતું કે અહીં કોલેજના ઉચ્‍ચ શિક્ષણ સાથે મહિલાઓ કોમ્‍પ્‍યુટર ક્ષેત્રે અપાતી વિવિધ કોર્સની તાલીમ મેળવવા સ્‍કીલ ડેવલોપમેન્‍ટના ક્‍લાસ કરીને આત્‍મનિર્ભર બને તે માટે આ કોલેજ ગ્રામીણ વિસ્‍તારોની મહિલાઓ માટે ખુબજ ઉપયોગી બનશે. અહીં અભ્‍યાસ દ્વારા ગામડાની દીકરીઓ તાલીમબદ્ધ થઇને રોજગારી પ્રાપ્તᅠ કરશે. વધુમાં તેમણે વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીને યાદ કરતાં કહ્યું હતું કે, ક્‍ચ્‍છને સિંગાપોર બનાવવાના સ્‍વપ્‍નને સાકાર કરવા અને કન્‍યા કેળવણી માટે જાગૃતિ વધે તે માટે નરેન્‍દ્રભાઈ હમેંશા અગ્રેસર રહ્યા છે. વડાપ્રધાનનું રૂરલ ટુ ગ્‍લોબલનું સપનું સાકાર કરવા માટે આપણે કટિબદ્ધ બનીએ.

ᅠઆ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારાએ જણાવ્‍યું હતું કે, મહિલાઓ શિક્ષિત બની દેશના વિકાસમાં ભાગીદાર બને તે માટે આપણે સૌ પ્રયત્‍નશીલ બનીએ. મહિલાઓને જો સારું શિક્ષણ મળશે તો એ બાળકોને પણ સારૂ શિક્ષણ આપી શકશે.

ᅠ નવનીત ચંદ્રવલ્લભ મહિલા આર્ટ્‍સ કોલેજ અને પાન વલ્લભ સ્‍કીલ કોલેજના મુખ્‍યદાતાᅠ અને માતૃવંદના મુખ્‍ય ટ્રસ્‍ટી કોમલભાઈ સાવલા અને મંદાબેન સાવલા દ્વારા વતન બિદડા ગામે વૃદ્ધ વડીલો માટે આશ્રય સ્‍થાન માવતરનો માળો, આસપાસના ગામોમાં પ્રાથમિક અને માધ્‍યમિક સરકારી શાળાઓમાં વાંચન, લેખન, ગણન ઉપરાંત સ્‍પોકન ઈંગ્‍લીશ, સ્‍માર્ટ ક્‍લાસ ચલાવાય છે આ માટે અલગથી વિદ્યાસહાયકો સંસ્‍થાએ નીમ્‍યા છે. હવે પોતાના વિસ્‍તારમાં રહેતી ગ્રામીણ મહિલાઓને ઉચ્‍ચ શિક્ષણ મળે તેમ જ આઈટી અંગે કોમ્‍પ્‍યુટર શિક્ષણ મળે એ માટે આર્ટસ તેમ જ સ્‍કીલ કોલેજ શરૂ કરાઈ છે. ૧૫૬ બેઠકો સાથેની આર્ટસ કોલેજની એક સેમેસ્‍ટરની ફી માત્ર ૨૧૦૦ રૂ. છે. જેમાં બક્ષી પંચ, અનુ. જાતિ, જન જાતિની વિદ્યાર્થીનીઓને સરકારી શિષ્‍યવૃત્તિ પણ મળશે.ᅠ

સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરતાં યુવા રાજકીય અને સામાજિક અગ્રણી જીગર તારાચંદભાઈ છેડાએ સાવલા દંપતિની સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે તેમના વતન પ્રત્‍યેના સેવા ભાવને બિરદાવ્‍યો હતો. સાથે મહિલા કોલેજ ઝડપભેર શરૂ થઈ શકી તે માટેનો સંપૂર્ણ શ્રેય વિધાનસભા અધ્‍યક્ષ ડો. નીમાબેન આચાર્યએ કરેલા પ્રયાસોને આપ્‍યો હતી. કાર્યક્રમમાં માંડવી-મુન્‍દ્રા ધારાસભ્‍ય વિરેન્‍દ્રસિંહ જાડેજા, મુન્‍દ્રા નગરપાલિકા પ્રમુખ કિશોરસિંહ પરમાર, સામાજિક ન્‍યાય સમિતિ ચેરમેન કેશવજી રોશિયા, માંડવી તાલુકા પંચાયત પ્રમુખ નિલેશભાઈ મહેશ્વરી, બિદડા સર્વોદય ટ્રસ્‍ટના ચેરમેન વિજયભાઈ છેડા, માંડવી તાલુકા કારોબારી ચેરમેન મહેન્‍દ્રભાઈ રંગાણી, મુન્‍દ્રા તાલુકા કારોબારી ચેરમેન હરેન્‍દ્રસિંહ જાડેજા, મુન્‍દ્રા નગરપાલિકા કારોબારી ચેરમેન ડાયાલાલભાઈ આહીર, ખગોળશાષાીય ડો. જે.જે.રાવલ, બિદડા સરપંચ જયાબેન પટેલ, અગ્રણી સર્વશ્રી સુરેશભાઈ સંઘાર, સાંમતભાઈ ગઢવી, ઈશ્વરભાઈ દેસાઈ, પ્રભાબેન મારૂ, નારાયણભાઈ ગઢવી, માંડવી માતૃવંદનાના ટ્રસ્‍ટી શિલાબેન શાહ, જિલ્લા પંચાયત સદસ્‍ય વિરમભાઈ ગઢવી માંડવી તાલુકા પંચાયત સદસ્‍ય જેકસનભાઈ સંઘાર, લાલન કોલેજ ભુજના પ્રિન્‍સિપાલ છત્રપાલસિંહ ઝાલા,તેમજ શિક્ષણ ગણો અને વિવિધ ટ્રસ્‍ટના અગ્રણીઓ અને સામાજિક, રાજકીય આગેવાનોᅠ ઉપસ્‍થિત રહ્યાં હતાં. કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્‍ટી શીલાબેન રાજુભાઈ શાહ, નારાણભાઈ ગઢવી, પ્રિન્‍સિપાલ મનાલીબેન કતીરા, પ્રોફેસર દેવલબેન મહેશ્વરીએ જહેમત ઉઠાવી હતી.

(10:22 am IST)