Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

પોરબંદરમાં સી-ટીમ દ્વારા માર્ગદર્શન

પોરબંદરઃ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવી મોહન સૈનીની સૂચના અન્‍વયે , શહેર વિભાગ ના ના.પો. અધિ.શ્રી આર.એન રાઠવાના માર્ગદર્શનથી એસ.એ. સોલંકી ઉદ્યોગનગર પોલીસ સ્‍ટેશનનાઓ ની આગેવાની હેઠળ શહેરની સી-ટીમ દ્વારા અલગ અલગ જગ્‍યા એ સિનિયર સિટીઝનની મુલાકાત લીધી તેમજ તેઓની સલામતી અને સુરક્ષા માટે પોલીસ હંમેશા કટિબદ્ધ છે તે  બાબત સમજ અપાઇ હતી. ઉદ્યોગનગર પોલીસ સ્‍ટેશન ખાતે પોલીસ સ્‍ટેશન વિસ્‍તાર ના અલગ અલગ વિસ્‍તાર માંથી આવેલ યુવાનો ને દારૂ ,જુગાર તેમજ અનેક વ્‍યસનો થી થતા સામાજિક, આર્થિક, વ્‍યાવસાયિક નુકસાન , તેમજ દારૂ તંબાકુ થી શરીરમાં થતાં અનેક ભયંકર રોગો - બીમારીઓ થી થતી હેરાનગતિ તેમજ કૌટુંબિક, પારિવારિક નુકસાન વિગેરે બાબત સમજ કરી.તેમજ યુવાનો એ વ્‍યસનમુક્‍તિ માટે શપથ લીધા. સી-ટીમ દ્વારા માર્ગદર્શન અપાયુ તે તસ્‍વીર.

(10:19 am IST)