Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

જૂનાગઢનાં બિલખાના થુંબાળા ગામેથી ૨૦ વર્ષીય યુવતી ગુમ

જૂનાગઢ,તા. ૫ : બિલખાના થુંબાળા ગામે રહેતી ૨૦ વર્ષીય યુવતી તા. ૧/૭/૨૦૨૨ને રાત્રીના ૧૧ થી ૫ વાગ્‍યા સુધી પોતાના ઘરેથી ગુમ થઇ છે. તેમની ઉંચાઇ ૪.૯ ફુટ, બાંધો મધ્‍યમ અને રંગ રોગો છે. તેમણે દુધીયા કલરનો નાઇટ ડ્રેસ પહેર્યો છે. આ યુવતીની કોઇને ભાળ મળે તો નજીકના પોલીસ સ્‍ટેશનમાં જાણ કરવા બિલખા પોલીસે જણાવ્‍યુ છે.

(10:15 am IST)