Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

જૂનાગઢમાં ધાર્મિક પરંપરા મુજબ આ વર્ષે પણ મહાશિવરાત્રીનો મેળો ચાલુ રાખવાની માંગઃ સનાતન ધર્મના સેવકગણ દ્વારા કાલે શ્રી આપાગીગાના અન્નક્ષેત્રવાળા ગ્રાઉન્ડમાં મીટીંગ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૫ :. જૂનાગઢમાં મહાશિવરાત્રી પર્વ નિમિતે દર વર્ષે યોજાતો મેળો આ વખતે કોરોનાના કારણે રદ્દ કરવામાં આવ્યો છે ત્યારે સનાતન ધર્મના સેવકગણ દ્વારા આ મેળો ધાર્મિક પરંપરા મુજબ આ વર્ષે પણ ચાલુ રાખવા અને તંત્ર સમક્ષ રજૂઆત કરવા માટે કાલે તા. ૬ને શનિવારે સવારે ૧૦ વાગ્યે શ્રી આપાગીગાના અન્નક્ષેત્રવાળા ગ્રાઉન્ડ, લાલસ્વામીની જગ્યા, ભવનાથ જૂનાગઢ ખાતે અગત્યની મીટીંગ યોજાઈ છે. જેમાં ઉપસ્થિત રહેવા આહવાન કરવામાં આવ્યુ છે.

સનાતન ધર્મના સેવકગણ દ્વારા જાહેર કરાયેલ પત્રિકામાં જણાવ્યુ છે કે, આદિ-અનાદિકાળથી ચાલતી પરંપરા મુજબ તા. ૧૧ને ગુરૂવારે મહાશિવરાત્રીના મેળાનું આયોજન કરાયુ છે. દર વર્ષે આ આયોજન ભવ્યાતિભવ્ય અને દિવ્યાતિદિવ્ય રીતે ઉજવણી કરવામાં આ વે છે. આ મહાશિવરાત્રીના મેળ ામાં ભગવાન સદાશિવ પોતે સાધુ સ્વરૂપે સ્નાન કરવા પધારે છે. જે મેળો આ વખતે પ્રશાસન દ્વારા બંધ રાખવાનું કહેવામાં આવે છે. દરેક શ્રદ્ધાળુ લોકો આ મેળાની અંદર શ્રધ્ધા અને ભકિતપૂર્વક આવે છે. આ મેળો ધાર્મિક પરંપરા મુજબ આ વર્ષે પણ ચાલુ રાખવા અને પ્રશાસનને ચાલુ રાખવા માટેની જાણ કરવા માટે એક અગત્યની મીટીંગનું આયોજન કરાયુ છે.

આ મીટીંગમા ભવનાથ વિસ્તારની અંદર રહેતા તમામ સાધુ સમાજ, રમતા રામ સાધુ તેમજ અધિકારીઓ-પદાધિકારીઓ તેમજ ભવનાથ ક્ષેત્રના વેપારી મંડળો, વેપારી એસોસીએશનો તેમજ મેળ ામાં આવતા નાના-મોટા ધંધાર્થીઓ તેમજ શ્રદ્ધાળુઓને આ મીટીંગમાં ઉમટી પડવા હાંકલ કરવામાં આવી છે.

(4:51 pm IST)