Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

પ્રતિબંધિત આલ્કોહોલની નિકાસ બદલ કચ્છના ગાંધીધામ ચેમ્બરના પૂર્વ પ્રમુખનું લાયસન્સ સસ્પેન્ડ કરતું કસ્ટમ તંત્ર

(વિનોદ ગાલા દ્વારા)ભુજ : કચ્છના કંડલા અને મુન્દ્રા પોર્ટ ઉપર આયાતનિકાસ માં ગેરરીતિના કિસ્સાઓ હમણાં ચર્ચામાં છે. 

       ત્યારે કસ્ટમ વિભાગે પ્રતિબંધિત એવા ઈથાઇલ આલ્કોહોલ ની નિકાસ કરવાની ગેરરીતિમાં કંડલા કોમ્પલેક્ષના મોટા માથાનું લાયસન્સ સસ્પેન્ડ કરતાં ચકચાર મચી ગઈ છે. કંડલા કસ્ટમ હાઉસ દ્વારા પ્રતિબંધિત ઈથાઇલ આલ્કોહોલ નિકાસ કરનાર ગાંધીધામ ચેમ્બર ના પૂર્વ પ્રમુખ દિનેશ ગુપ્તાનું કસ્ટમ હાઉસ એજન્ટ તરીકેનું લાયસન્સ જપ્ત કર્યું છે. 

      દિનેશ ગુપ્તાની રિશી કિરણ લોજિસ્ટીક કંપની દ્વારા પ્રતિબંધિત ઈથાઇલ આલ્કોહોલની નિકાસ કરવામાં આવી રહી હોવાની બાતમીને આધારે કરાયેલ તપાસમાં ગેરરીતિ ખૂલતાં નિકાસ માટે નો  પરવાનો રદ્દ કરાયો છે. આ અંગે આગામી ૧૬ મી માર્ચે કસ્ટમ દ્વારા તેમનું હીયરિંગ રખાયું છે.

(4:06 pm IST)