Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

જામનગરમાં ખારાવેઢામાં પ્રેમલગ્ન કરનાર યુવકના પિતાને જાતિ પ્રત્યે અપમાનિત કરીને મારી નાખવાની ધમકી ૩ શખ્સો સામે રાવ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૫: પંચ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અમરીશભાઈ ખીમાભાઈ ચૌહાણ એ ફરીયાદ નોંધાવી છે કે, ખારાવેઢા ગામ, ફરીયાદ અમરીશભાઈના દિકરાએ આરોપી જયસુખભાઈ પ્રેમજીભાઈ દુધાગરા ની દિકરી સાથે પ્રેમ લગ્ન કરેલ હોય જેનો ખાર રાખી આરોપીઓ જયસુખભાઈ પ્રેમજીભાઈ દુધાગરા, ભરતભાઈ પ્રેમજીભાઈ દુધાગરા, ગોકળભાઈ મનજીભાઈ ભંડેરી, રે.ખારાવેઢા ગામવાળા એ ફરીયાદી અમરીશભાઈને જાહેરમા જ્ઞાતિ પ્રત્યે અપમાન જનક શબ્દો બોલી અપમાનીત હડધુત કરી ભુંડી ગાળો આપી સંભળાવી જાનથી મારી મારી નાખવાની ધમકી આપી તથા આરોપી જયસુખભાઈ પ્રેમજીભાઈ દુધાગરા એ ચાલુ મોટરસાયકલ એ પાછળથી આવી ફરીયાદ અમરીશભાઈની જીંદગી જોખમાય તે રીતે મુંઢ ઈજા કરી ગુનો કરેલ છે.

જુગાર રમતા ઝડપાયા

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. મહાવીરસિંહ વનરાજસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, હર્ષદમીલની ચાલી કિસ્મત દુકાન પાસે, રોડ પર જાહેરમાં આરોપી અકબરભાઈ ઉર્ફે બોદુ કાસમભાઈ ખીરા, બસીરભાઈ ઉર્ફે બલ્લો મહમદહુશેન ખીરા, હસનભાઈ ઉર્ફે લાલ આમદભાઈ ખફી, રીઝવાન ઈબ્રાહીમભાઈ ખીરા, રે. જામનગરવાળા ઘોડીપાસા પૈસા વડે પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૪,૪૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

કિષ્નાપાર્કમાં દારૂની ર૮ર બોટલ સાથે ઝડપાયો

સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. રવીરાજસિંહ અનિરૂઘ્ધસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, ગુલાબનગર પાછળ, રિલાયન્સ પેટ્રોલપંપ વાળો, ઢાળીયો કિષ્ના પાર્ક, જામનગરમાં આરોપી અલાવદીન ઉર્ફે સાજીદ હારૂનભાઈ ખેરાણી, રે. જામનગરવાળા ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્જામાં ભારતીય બનાવટના વિદેશી દારૂના પાઉચ ચપટા નંગ ર૮ર, કિંમત રૂ.ર૮,ર૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

વામ્બે આવાસ પાસે જુગાર રમતા ઝડપાયા : બે ફરાર

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. રવિભાઈ ગોવિંદભાઈ શર્મા એ ફરીયાદ નોંધાવી છે કે, જામનગર વામ્બે આવાસ પાસે, દલીત સમાજની વાડીની બાજુમાં આરોપીઓ મનસુખભાઈ અમરાભાઈ શીંગરખીયા, બચુભાઈ બાનાભાઈ ગડકા, બિલાલ સુલેમાનભાઈ સાંઢ, સાહીદ ઈકબાલભાઈ ખેરેલા, દિલીપભાઈ દેવજીભાઈ ડોરૂ, રાજેશભાઈ બાબુભાઈ પરમાર, રે. જામનગરવાળા ઘોડીપાસા પૈસા વડે પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૪,૪૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી ધર્મેન્દ્ર કરશનભાઈ બોચીયા, અશ્વિનભાઈ ઉર્ફે ધનો પ્રેમજીભાઈ ગોહીલ ફરાર થઈ ગયેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રણજિતનગર રોડ પરથી દારૂ સાથે ઝડપાયો

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. ફિરોજભાઈ ગુલમામદભાઈ ખફી એ ફરીયાદ નોંધાવી છે કે, મયુર મેડીકલવાળી શેરી, જૈન વિજય ફરસાણ પાસે જામનગરમાં આરોપી રાજીવભાઈ મેસુરભાઈ ગોજીયા, રે. જામનગરવાળો ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/– ની સાથે રાખી ઝડપાઈ ગયેલ છે.

રહેણાક મકાનમાં દારૂ સાથે  શખ્સ ઝડપાયો : એક ફરાર

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. શિવરાજસિંહ નટુભા રાઠોડ એ ફરીયાદ નોંધાવી છે કે, જામનગરની હર્ષદમીલની ચાલી, પટેલનગર–૧, પ્રજાપતિની વાડી વાળી શેરીમાં આરોપી ભાવેશભાઈ ચંદ્રકાંન્તભાઈ નંદા, રે. જામનગર વાળો પોતાના કબ્જા ભોગવટના રહેણાક મકાનમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂ પીવાના દારૂની કંપની શીલબંધ બોટલ નંગ–૩, કિંમત રૂ.૧પ૦૦/– ના મુદામાલ સાથે રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે. તથા દારૂ પુરો પાડનાર આરોપી મનીષ રમેશભાઈ દામા ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દિ.પ્લોટ –૪૯ માં જુગાર રમતા પાંચ ઝડપાયા

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. કલ્પેશભાઈ રમેશભાઈ અઘારા એ ફરીયાદ નોંધાવી છે કે, દિ.પ્લોટ –૪૯, આશાપુરા મંદિર પાછળ, જલેશ્વરી વસ્તુ ભંડાર સામેની ગલી, જામનગરમાં આરોપીઓ છોટેલાલ ભારતસિંગ રાજપુત, શશીકુમાર ચંદ્રભાનસિંગ રાજપુત, વિનયકુમાર ચંદ્રભાનસિંગ રાજપુત, મુકેશ રામજીત રાજપુત, બૈતાલસિંગ કલ્યાણસિંગ રાજપુત, રે. જામનગરવાળા જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાની લેતી દેતી કરી પૈસાની હારજીત કરી તીનપતી નામનો જુગાર રમી રમાડી રેઈડ દરમ્યાન કુલ રૂ.૧૦ર૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

રાજપાર્કમાં દારૂ સાથે ઝડપાયો

સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. ફૈજલભાઈ મામદભાઈ ચાવડા એ ફરીયાદ નોંધાવી છે કે,રાજપાર્ક, રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે, જામનગરમાં આરોપી અર્જુનભાઈ નીતીનભાઈ દાઉદીયા, રે. જામનગરવાળો ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/– ની સાથે રાખી ઝડપાઈ ગયેલ છે.

જામજોધપુરમાં જુગાર રમતા દસ ઝડપાયા

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. ભગીરથસિંહ મયુરસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે,  ગાધેશ્વર મંદિર રોડ તરફ આવેલ બોખલી વાડી વિસ્તારમાં આવેલ અશ્વિનભાઈ બાબુલાલ લાલકીયાની વાડીના શેઢાની બાજુમાં જાહેર રસ્તા પર આરોપીઓ અશ્વિનભાઈ બાબુભાઈ લાલકીયા, જીગરભાઈ ગીરધરભાઈ રાઠોડ, ફજલભાઈ ઈસ્માઈલભાઈ બ્લોચ, મોહિતભાઈ વજુભાઈ ડાભી, પંકજભાઈ રૂપચંદભાઈ વાઘવા, પંકજભાઈ રૂપચંદભાઈ વાઘવા, રાણાભાઈ હિરાભાઈ કટારા, નવાજ સુલેમાનભાઈ રાવકરડા, ઋષિરાજસિંહ અજીતસિંહ જેઠવા, અશ્વિનભાઈ કાંન્તીલાલ ભાયાણી, દિવ્યેશભાઈ વાલજીભાઈ ભળસોળ, રે. જામજોધપુરવાળા ગંજીપતાના પાના વડે પૈસાની હારજીત કરી રોનપોલીસ નામનો જુગાર રમી રેઈડ દરમ્યાન રોકડા રૂ.ર૭,ર૮૦/–  તથા ટોર્ચ લાઈટ કિંમત રૂ.પ૦/– મળી કુલ રૂ.ર૭,૩૩૦/– ના મુદામાલા સાથે ઝડપાઈ ગયેલ છે.

સિકકામાં જુગાર રમતા પાંચ ઝડપાયા

સિકકા પોલીસ સ્ટેશનમાં કોન્સ. ગીરીરાજસિંહ કિરીટસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, સિકકા ધુળીયા પ્લોટ વિસ્તાર, ઈન્દીરાનગર, હુશેની ચોક, જાહેરમાં આરોપી અસલમ અલીભાઈ સંઘી, અસલમ નુરમામદ સુંભણીયા, સુલતાન તાલબભાઈ ગંઢાર, અસલમ સુલેમાન ગંઢાર, નુરમામદ રજાકભાઈ સંઘી, રે. સિકકાવાળા ગંજીપતાના પાના વડે રોન પોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની લેતીદેતી કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૭૦ર૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

(1:16 pm IST)
  • કોરોના પ્રોટોકોલ તોડીને વૈષવોદેવીની યાત્રાએ ગયા પોઝીટીવ દર્દી : ફરિયાદ દાખલ :હોમ આઇસોલેશનમાં રખાયેલા કોરોના દર્દીઓ વૈષ્ણો દેવીની યાત્રાએ પહોંચ્યા :આરોગ્ય વિભાગે ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો: સદર કોટવાલી ક્ષેત્રનો શ્રીપાલ બિહાર કોલોનીસ્કૂલની છોકરીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો:તેના માતા-પિતાની પણ તપાસ કરતા તેઓને પણ ચેપ લાગ્યો હતો: આરોગ્ય વિભાગે પરિવારને એકાંત રહેવાની સલાહ આપી હતી. પરંતુ યુવતીના માતા-પિતા વૈષ્ણો દેવીની યાત્રાએ નીકળ્યા હતા access_time 1:03 am IST

  • નરેન્દ્રભાઇની હાજરીમાં મિથુનદા ભાજપમાં જોડાશે : બોલીવુડના સુપ્રસિધ્ધ અભિનેતા મિથુન ચક્રવર્તી ભાજપમાં જોડાઇ રહયા છે. તેઓ કોલકતા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની હાજરીમાં કેસરીયો ખેસ ધારણ કરશે. access_time 4:39 pm IST

  • વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીને કેમ્‍બ્રિજ એનર્જી રિસર્ચ એસોસિએટ્‍સ વીક (સેરાવી)નો મહત્‍વપૂર્વ એવોર્ડ એનાયત કરાશે : પીએમ મોદીને આજે ગ્‍લોબલ એનર્જી અને એન્‍વાયર્નમેન્‍ટ લીડરશીપ એવોર્ડથી નવાજવામાં આવશેઃ ગ્‍લોબલ એનર્જી અને એન્‍વાયર્નમેન્‍ટ લીડરશીપ એવોર્ડ ૨૦૧૬માં શરૂ કરવામાં આવ્‍યો હતો : વૈશ્વિક ઉર્જા અને પર્યાવરણના ક્ષેત્રમાં પ્રતિબધ્‍ધ નેતૃત્‍વ માત્ર આ એવોર્ડ આપવામાં આવે છે. access_time 11:14 am IST