Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

પોરબંદરમાં દેશી તમંચા અને પ જીવતા કાર્ટીસ સાથે શખ્સ ઝડપાયો

વિધાનસભા વિરોધ પક્ષના નેતા તરીકે શૈલેષ પરમારની ચર્ચા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.પ : બગવદર પોલીસે ભારવાડાની સીમમાંથી દેશી તમંચો અને પ જીવતા કાર્ટીસ સાથે દેવશી મુળુભાઇ ઓડેદરાને પકડી પાડેલ છે.

નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહીલ પોરબંદર ગ્રામ્યનાઓના માર્ગદર્શન મુજબ ઇ.ચા. પો. સબ ઇન્સ. એચ.સી. ગોહિલ તથા બગવદર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો નાઇટ પેટ્રોલીંગમાં હતા. દરમિયાન ભારવાડા ગામની પારૂ સીમના રસ્તે શંકાસ્પદ સ્વીફટકાર નીકળતા તેને રોકાવી ચેક કરતા આરોપી દેવશી મુળુભાઇ ઓડેદરા રહે. ભારવાડા ગામની પારૂ સીમ તા.જી. પોરબંદર વાળાના કબ્જામાંથી ગે. કા. આધાર પરવાના વગરનો દેશી બનાવટનો તમંચો અગ્નિશસ્ત્ર તથા બારબોરના જીવતા કાર્ટીઝ નંગ-પ તથા મોબાઇલ ફોન નંગ-૧, તથા સ્વીફટ કાર સહિત કુલ રૂ.૧,પ૮,૦૦૦ના મુદામાલ સાથે પકડી આરોપી વિરૂધ્ધ બગવદર પોલીસ સ્ટેશનમાં હથિયાર ધારા હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.

આરોપીનો કોવિડ રીપોર્ટ કરાવ્યા પછી અટક કરવામાં આવશે અને આરોપીને અટક કર્યા પછી સદરહું ગે.કા. હથીયાર કોની પાસેથી લાવેલ છે તે બાબતે ઉંડાણપુર્વક તપાસ કરવામાં આવશે.

(1:12 pm IST)