Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

રાણાવાવની મહિડા સરકારી પ્રાથમિક શાળાના ર વર્ગો બંધઃ ગ્રામ્યજનોનો દ્વારા આંદોલનની ચીમકી

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. પ :  રાણાવાવની મહિડા ગામની સરકારી પ્રાથમિક શાળાના ર વર્ગો ધો. ૬ અને ૭ના બંધ કરતા ગ્રામયજનોએ રોષ વ્યકત કરીને આંદોલનની ચીમકી આપી છે. રાણાવાવના મહિડાના લીલાભાઇ ઓડેદરાએ જણાવયું છે કે અમારા ગામની સરકારી પ્રાથમિક શાળાના ધો. ૬ અને ૭ ના વર્ગો બંધ કરાતા આ વર્ગોના વિદ્યાર્થીઓને ૩ કી.મી. ૬ર અભ્યાસ કરવા જવું પડે છે.

શાળાના બંધ થયેલ ર વર્ગો સામે ગ્રામ્યજનોએ રજુઆત કરતા વિદ્યાર્થીઓની ઓછી સંખ્યા હોય વર્ગો બંધ કર્યાનું શિક્ષણતંત્ર દ્વારા જણાવાયું છે. શાળાના વર્ગો બંધ કરાતા સરપંચ, આગેવાનો તથા વિદ્યાર્થી વાલીવર્ગમાં ઉહાપો મચી ગયેલ છે.

જો આ બંધ વર્ગો ચાલુ કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ગ્રામ્યજનોએ આપી છે.

(1:09 pm IST)