Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

બુધવારે ભાવનગર કોર્પોરેશનમાં હોદેદારોની જાહેરાતઃ મેયર તરીકે કિર્તીબેન દાણીધારીયા અને વર્ષાબા પરમારના નામ ચર્ચામાં

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. ૫ :. મહાનગરપાલિકાની ચૂંટણીમાં ચૂંટાયેલા સભ્યોના નામ રાજ્ય સરકારના ગેઝેટમાં પ્રસિદ્ધ થઈ ગયા છે. હવે પ્રથમ સાધારણ સભા તા. ૧૦ માર્ચે મળશે. તંત્ર દ્વારા સભાખંડની સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી. ખુરશીઓ સહિત જાજમ વગેરેને સાફ કરવામાં આવ્યા છે.

હવે તા. ૧૦મીએ પ્રથમ સાધારણ સભા મળશે ત્યારે મેયર, ડે. મેયર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન, સભ્યોની વરણી થશે.

પ્રથમ અઢી વર્ષ મહિલા મેયર અનામત છે. આથી મહિલા કોર્પોરેટરની મેયર તરીકે વરણી થશે. મેયર પદ માટે ભાજપના કિર્તીબેન દાણીધારીયા અને વર્ષાબા પરમારના નામો ચાલી રહ્યા છે.

(11:57 am IST)