Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

મોરબી પંથકમાં ખેતી, ઉદ્યોગ, રસ્તા, મેડીકલકોલેજ વગેરે માટે કરોડો :ા.ની ફાળવણી

ઘડીયાલ ઉદ્યોગ માટે જાણીતા વિસ્તારમાં વિકાસના 'કાંટા' અપેક્ષા મુજબ ફરવા લાગતા 'સમય' બદલાવા લાગ્યો :બ્રિજેશ મેરજા અવિરત સક્રીયઃ વિજયભાઈ, નીતિનભાઈ, સૌરભભાઈનો આભાર માન્યો

રાજકોટ, તા. ૫ :. વિધાનસભા બજેટ સત્રમાં મોરબી-માળીયા(મીં)ના ધારાસભ્યશ્રી બ્રિજેશ મેરજા ઉત્સાહભેર ભાગ લઈ મોરબી પંથકના ખેતી, ઉદ્યોગ, રોજગાર, રસ્તાઓ અંગેના જુદા જુદા પ્રશ્નો ઉઠાવતા રહે છે. મોરબીને 'સૂર્ય ગુજરાત' યોજનાનો લાભ મળે તે માટેના પ્રશ્નના જવાબમાં ઉર્જા મંત્રીશ્રીએ મોરબી જીલ્લામાં સોલાર :કટોપ અંતર્ગત ૧૪૪૮ ઘર વપરાશના વીજ ગ્રાહકોની એકત્રીત ક્ષમતા ૫૨૯૬ કિલોવોટની રહી હોવાનું જણાવ્યુ હતું.

'સત્યવાદી હરિશ્ચંદ્ર મરણોતર સહાય યોજના' અંગે ઉઠાવેલ પ્રશ્નમાં ૧૨૦ વ્યકિતઓને :ા. ૬ લાખ ચૂકવાય ગયાનું જણાવાયુ હતુ. ખેડૂતોના પાક ખેતરમાં ન બગડે એ માટે કેપીટલ ગોડાઉન પદ્ધતિ અમલમાં છે ત્યારે ખેડૂતોની ચિંતા કરતા ધારાસભ્યએ પૂછેલુ કે મોરબી જીલ્લામાં ૨૫ ટકા કેપીટલ ગોડાઉનથી ખેડૂતોને ૮,૩૩,૫૦૦ :ા. ચુકવ્યા છે. ૫૭૫ મેટ્રિક ટન જેટલી ખેત નિપજની સંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે. મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મારફત ૨૦૯૮ આરોગ્ય તપાસણી કરાયાનું રાજ્યગૃહ મંત્રીએ જણાવ્યુ હતું. મોરબીમાં ખાનગી ઉદ્યોગ દ્વારા રોજગારી મળે તે હેતુસર પૂછાયેલ પ્રશ્નમા નાના અને મધ્યમ ઉદ્યોગ વધુને વધુ આવે તે માટે માઈક્રો, સ્મોલ, મીડિયમ એકમ ૫૬૫ નવા પ્રસ્થાપિત થતા ૫૪૬ને :ા. ૮૫ લાખના સહાયની માહિતી મળી હતી.

ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ બજેટમાં મોરબી માટે બજેટમાં સ્માર્ટ જીઆઈડીસી, નવલખી બંદરની માળખાકીય સુવિધા વધારવા :ા. ૧૯૨ કરોડની ફાળવણી નવી જેટી બાંધવા કરી, મોરબી-જેતપુર અને મોરબી-હળવદ રોડ ફોરલેન કરવા :ા. ૩૦૯ કરોડ મંજુર અને મેડિકલ કોલેજ અંતર્ગત હોસ્પીટલ અપગ્રેડ કરવા :ા. ૫૦ કરોડની ફાળવણી કરવા બદલ મુખ્યમંત્રી વિજયભાઈ :પાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને પ્રભારી એવા ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલનો પ્રજાવતી આભાર પણ માન્યો હતો.

(11:53 am IST)