Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

મોરબીના લાયન્સનગરમાં લાઈટ, ગંદકી અને ભૂગર્ભ કુંડી સહિતના પ્રશ્નો અંગે રજૂઆત

સામાજિક કાર્યકરે પાલિકા તંત્રન રજૂઆત કરી

મોરબી :શહેરના છેવાડે આવેલ સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે વિસ્તારમાં લાઈટ, કચરા, ભૂગર્ભ કુંડી અને સફાઈ સહિતના પ્રશ્ને પાલિકા તંત્રને રજૂઆત કરવામા આવી છે

મોરબીના સામાજિક કાર્યકરે પાલિકાને રજૂઆત કરી જણાવ્યું છે કે વોર્ડ ૧૧માં શનાળા બાયપાસ પાસે આવેલ લાયન્સનગરમાં વર્ષો બાદ નવા રોડ બન્યા છે જેથી સ્થાનીકોમાં ખુશીનો માહોલ છે જોકે વિસ્તારમાં હજુ પણ સ્ટ્રીટ લાઈટ નથી, કચરા ગાડી મોકલવી, ભૂગર્ભ કુંડીમાં માટી ભરાયેલ છે જેની સફાઈ કરવી સહિતના પ્રશ્નો ઉભા છે તેમજ વિસ્તારનો મેઈન રોડ નવો બનાવવાની કામગીરી વહેલી તકે થાય અને આંગણવાડીમાંથી ગંદકી દુર કરાય તેવી માંગ કરવામાં આવી છે.

(11:52 pm IST)