Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

મોરબીના રહેણાંક મકાનમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો.

મોરબીના વિસીપરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોય જ્યાં દરોડો કરીને પોલીસે મુદામાલ સાથે એક આરોપીને ઝડપી લીધો છે
મોરબી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન વિસીપરામાં રહેતા હીરાભાઈ મશાભાઈ પાસીયાના મકાનમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની બાતમીને પગલે ટીમે દરોડો કર્યો હતો જેમાં આરોપીના રહેણાંક મકાનમાંથી પોલીસે દેશી દારૂ, ગરમ અને ઠંડો આથો તેમજ ભઠ્ઠીના અન્ય સાધનો કબજે લઈને આરોપી હીરા પાસીયાને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(11:43 pm IST)