Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

મોરબી જીલ્લામાં ગ્રામ પંચાયત ચુંટણી માટે સરપંચના ૯૨૮, સભ્યના ૩૯૧૫ ફોર્મ ભરાયા

મોરબી જીલ્લામાં યોજાનાર ગ્રામ પંચાયત ચુંટણીના ફોર્મ ભરવાના અંતિમ દિવસે આજે ઉમેદવારી પત્રો ભરવા માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો અને મોરબી જીલ્લાની ગ્રામ પંચાયત ચુંટણીમાં સરપંચ માટે કુલ ૯૨૮ અને સભ્ય માટે ૩૯૧૫ ફોર્મ ભરાયા છે
મોરબી જીલ્લાના પાંચ તાલુકામાં કુલ ૩૦૩ ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાનાર છે જે ચુંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ હતો ત્યારે આજે અંતિમ દિવસે મોટી સંખ્યામાં ફોર્મ ભરાયા હતા આજે અંતિમ દિવસે સરપંચ માટે ૩૨૪ અને સભ્ય માટે ૧૪૭૪ ફોર્મ ભરાયા છે
તો મોરબી જીલ્લામાં કુલ ફોર્મની સંખ્યા જોઈએ તો મોરબી તાલુકામાં સરપંચ માટે ૨૧૪ અને સભ્ય માટે ૧૦૭૮ ફોર્મ, ટંકારા તાલુકામાં સરપંચ માટે ૯૮ અને સભ્ય માટે ૫૦૧ ફોર્મ, હળવદ તાલુકામાં સરપંચ માટે ૨૧૧ અને સભ્યના ૭૬૫ ફોર્મ, વાંકાનેર તાલુકામાં સરપંચના ૨૮૪ ફોર્મ અને સભ્યના ૧૧૫૪ ફોર્મ જયારે માળિયા તાલુકામાં સરપંચના ૯૯ અને સભ્યના ૪૧૦ મળીને મોરબી જીલ્લામાં સરપંચ માટે કુલ ૯૨૮ ફોર્મ અને સભ્ય માટે કુલ ૩૯૧૫ ફોર્મ ભરાયા છે તો ગ્રામ પંચાયતની પેટા ચુંટણીમાં સરપંચ માટે ૧૧ અને સભ્યના ૨૩ ફોર્મ ભરાયા છે
જે ફોર્મ ચકાસણી તા. ૦૬ ના રોજ યોજાશે અને તા. ૦૭ ના રોજ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે ત્યારબાદ ચિત્ર સ્પષ્ટ થશે

(11:35 pm IST)