Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

ધો.૯ થી ૧ર ની પરીક્ષાના પ્રશ્નપત્રો શાળા-કક્ષાએ કાઢી શકાશે

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૪ : ગુજરાત રાજયની તમામ ધો. ૯ થી ૧ર ની શાળાઓમાં તાજેતરમાં માર્ચ માસમાં પ્રથમ કસોટી માટે બોર્ડ દ્વારા અમુક પ્રશ્નોપત્રોનું આયોજન જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા અને અમુકનું આયોજન સ્થાનિક રખાયેલ જેમાં ભારે વિવાદ તથા રજુઆતો થતા છેવટે મરજી મુજબ વ્યવસ્થા કરીને જાણ કરવા કહેવાયેલું હતુ તથા વિકલ્પો અપાયા હતા જેમાં ભારે પરેશાની તથા દોડધામ થઇ હતી તથા કયાંક પેપરો લીક થવાની ફરીયાદો પણ થઇ હતી.

આ બાબતે સીંગલ ફાઇલ પર સરકારશ્રી દ્વારા થયેલા નિર્ણય અંતર્ગત શૈક્ષણિક વર્ષ જાન્યુઆરી ર૦રર માં લેવાનાર ધો. ૯ થી ૧ર ની બીજી કસોટી પ્રીલીમની પરીક્ષા તથા ધો. ૯ અને ૧૧ ની વાર્ષિક પરીક્ષા માટેના પ્રશ્નપત્રો શાળાકક્ષાએ એસ.વી. એસ. કક્ષાએ કાઢીને પરીક્ષાઓ લઇ શકાશે તે બાબતે ગઇકાલ તા. ૩-૧ર-ર૧ ની સંયુકત નિયામકશ્રી બી.એન. રાજગોરે ખાસ પરિપત્ર કરીને તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને જાણ કરી શાળા સંચાલકો તથા શાળા આચાર્યોને જાણ કરવામાં આવી છે.

(2:21 pm IST)