Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

જામનગરમાં તસ્કરોને મોકળુ મેદાનઃ રહેણાંક મકાનોમાં ઘરફોડીઃ ૧.૮૦ લાખની મતા ચોરાઇ

નાઘેડી પાટીયા પાસેથી મોટર સાયકલ ચોરાયું: હજામચોરા પાસેથી છ બોટલ ઇંગ્લીશ દારૂ સાથે શખ્સ ઝડપાયો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૪: અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ભાનુબેન કાંતીલાલ વાઘેલા, ઉ.વ.પ૬, સોનાપુરી પાછળ સ્વામીનારાયણ ખોડીયાર ગેરેજ પાસે, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે,  તા.ર–૧ર–ર૦ર૧ ના ફરીયાદી ભાનુબેન ગઈકાલે રાત્રીના આઠ વાગ્યા થી સવારના સાડા આઠ વાગ્યા દરમ્યાન પોતાની નોકરી પર ગયેલ હોય જે દરમ્યાન આરોપી કોઈ અજાણ્યો ચોર ઈસમ ફરીયાદી ભાનુબેનના ઘર માંથી દાગીના તથા રોકડા રકમ મળી કુલ રૂ.૧,ર૦,૦૦૦/– તેમજ કે.પી.શાહની વાડીમાં રહેતા રીતેશભાઈ ગોહિલના ઘર માંથી રૂ.૬૦,૦૦૦/– ના દાગી કુલ રૂ.૧,૮૦,૦૦૦/– નો મુદામાલ કોઈ ચોર ઈસમ ચોરી કરી તેમજ નવાગામ ઘેડમાં રહેતા ઓસમાણભાઈ ખીરાના મકાનમાં તેમજ જયેશભાઈ વાઘેલા રે. સેન્ટ મેરી સ્કુલ સામે વિનાયક પાર્ક વાળા ના ઘરે તથા શશીકાંત ભટ્ટ રે. વિનાયક પાર્ક–૧, રામેશ્વરનગર વાળાના ઘરે તથા ઈંદુભા રણુભા ઝાલા, રે. નિર્મળનગર–ર વાળા ના ઘરે તથા મુકુંદભાઈ મહેતા રે. રામેશ્વરનગર નિર્મળનગર તેમજ નયનાબા જાડેજા રે. રાંદલનગર રામાપીરના મંદિર પાસે, જામનગરવાળાઓના ઘરે પણ ચોરી કરી નાશી જઈ ગુનો કરેલ છે.

જામનગરઃ પંચ બી પોલીસ સ્ટેશનમાં સંદીપભાઈ ધીરૂભાઈ લેલાડીયા, ઉ.વ.૩૧, રે. નાઘેડી સિઘ્ધી વિનાયક સોસાયટી,

તા.જિ. જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૬–૧૧–ર૦ર૧ ના જામનગર ખંભાળીયા હાઈવે રોડ નાઘેડી પાટીયા પાસે, રોડથી નીચે ફરીયાદી સંદીપભાઈએ પોતાનું મોટરસાયકલ સાઈન જેના રજી.નં. જી.જે.૧૦–બી.એમ.–૩૮પ૯ બ્લેક કલરનું કિંમત રૂ.૧પ૦૦૦/– નું નાઘેડી પાટીયા પાસે રાખેલ હતું તે કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

ઈંગ્લીશ દારૂ સાથે શખ્સ ઝડપાયો

જોડીયા પોલીસ સ્ટેશનમાં કોન્સ. અજયભાઈ રાયધનભાઈ વિરડા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩–૧ર–ર૦ર૧ ના હજામચોરા  ગામના પાટીયા પાસે, આ કામના આરોપી દિલીપભાઈ કલસીંગ ભુરીયા, રે. હજામચોરા ગામવાળા એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્જામાં ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ–૬, કિંમત રૂ.ર૪૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

ઈંગ્લીશ દારૂ સાથે બે

ઝડપાયા : એક ફરાર

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. દિલીપભાઈ ખીમાભાઈ બેરા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩–૧ર–ર૦ર૧ ના ડોકામરડા નેશ થી સાજણવાળા નેશ તરફ જવાના રસ્તે આ કામના આરોપી નાથા ઉર્ફે જીગ્નેશ હરીભાઈ ચૌહાણ, કપીલભાઈ ગોપાલભાઈ રાઠોડ, રે. સતાપર ગામ વાળા પોતાના કબ્જાની હીરો હોન્ડા મોટરસાયકલ સ્પ્લેન્ડર પ્લસ જેના રજી.નં. જી.જે.–૧૦.–સી.એસ.–૩૯ર૬ માં ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/– તથા મોટરસાયકલ કિંમત રૂ.૧પ,૦૦૦/– મળી કુલ રૂ.૧પ,પ૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે. તથા દારૂ ની બોટલ પૂરી પાડનાર લખન કેશુ, રે. રાણાવાવ વાળાની અટક બાકી હોય આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

છાતીમાં દુઃખાવો થતા યુવાનનું મોત

જામનગર : અહીં મયુર ટાઉનશીપ, નીલકંઠ પાર્ક શેરી નં.૩, રણજીતસાગર રોડ, જામનગરમાં રહેતા કિશનભાઈ નાથાભાઈ ખુંટ, ઉ.વ.રર,  એ સીટીભએભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૩–૧ર–ર૦ર૧ ના આ કામે મરણજનાર નાથાભાઈ કારાભાઈ ખુંટ, ઉ.વ.૪૬, રે. મયુર ટાઉનશીપ, નીલકંઠ પાર્ક શેરી નં.૩, રણજીતસાગર રોડ, જામનગર વાળા મકાનમાં ઝરી મારવાનું કામ કરતા હોય ત્યારે અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા સારવારમાં જી.જી.હોસ્પિટલમાં લઈ જતા સારવાર દરમ્યાન ફરજ પરના ડોકટરે મરણ ગયેલાનું જાહેર કરેલ છે.

યુવાને ઝેરી દવા પી મોત માંગ્યુ

જામનગર : રાજકોટ જિલ્લાના રાપર ગામે હરગંગે કાટા પાસે રહેતા નગીનભાઈ ધનજીભાઈ સુરાણી, ઉ.વ.૪૯ એ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૩–૧ર–ર૦ર૧ ના આ કામે મરણજનાર રાજનભાઈ નગીનભાઈ સુરાણી, ઉ.વ.ર૩, રે. પારડી, તા.જિ.રાજકોટવાળા કોઈ પણ અગમ્ય કારણસર દવા પી લેતા સારવાર દરમ્યાન મરણ થયેલ છે.

(1:54 pm IST)