Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

જામનગરમાં નૌસેના દિનની ઉજવણી

જામનગર : ભારતીય નૌસેના દિવસની ઉજવણી નિમિત્તે ૮ ગુજરાત એન.સી.સી. નેવલ યુનિટ દ્વારા નેવી એન.સી.સી.નાં શાળા-કોલેજનાં કેડેટસ તથા એકસ કેડે્ટસ એમ કુલ ૭૦ જેટલા કેડ્ેટસને વિવિધ પ્રકારની નૌસેના બોટની કામગીરીની અને તેની વિશેષતાની તાલીમ આપવામાં આવી હતી.  અતિથિ વિશેષ તરીકે સત્ય સાંઇ વિદ્યાલયમાં ડાયરેકટર ઓફ એજયુકેશન શ્રીમતી શાલિની ત્યાગી તેમજ (સેવાનિવૃત્ત) એરક્રોમોડોર એસ.એસ. ત્યાગીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.  આ તાલીમ અંતર્ગત નેવલ કેડ્ેટસે એન્ટરપ્રાઇઝ બોટ, રેસ્કયુ બોટ, ર૭ ફીટ ડી.કે. વેલર બોટ, કાયાક બોટ વગેરેની વિશેષતા તેમજ કામગીરીની સમજ મેળવી હતી.  આ કાર્યક્રમ ૮ ગુજરાત એન.સી.સી. નેવલ યુનિટમાં કમાંડીંગ ઓફિસર લેફટનન્ટ કમાંન્ડર ઇશાન ચતુર્વેદીનાં માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. એન.સી.સી. નેવી યુનિટનાં પી.આઇ. સ્ટાફ તથા એ.એન.ઓ.ની પણ ઉપસ્થિતિ રહી હતી. નૌસેના દિન ઉજવણીની તસ્વીરો. (અહેવાલો : મુ કુંદ બદિયાણી, તસ્વીરો : કિંજલ કારસરિયા, જામનગર)

(1:53 pm IST)