Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

જૂનાગઢઃ પાસાના આરોપીઓ સમીર મકરાણી, સમીર કોડીયાતરને સુરત જેલ મોકલી દેવાયા

જૂનાગઢ, તા. ૪ :. જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ પ્રોહીબીશનની ગે.કા. પ્રવૃતિને નેસ્તનાબુદ કરવાની કામગીરીના ભાગરૂપે જૂનાગઢ જિલ્લાના 'પ્રોહી બુટલેગર્સ' ગાંધીગ્રામના સમીર ડોસાભાઈ કોડીયાતર તથા જોષીપરા વિસ્તારના સમીર હનીફભાઈ બ્લોચને પાસા કાયદા હેઠળ સેન્ટ્રલ જેલ-અમદાવાદ તથા સેન્ટ્રલ જેલ-લાજપોર-સુરત ખાતે જૂનાગઢ ક્રાઈમ બ્રાંચે ધકેલી દીધા હતા.

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી મનીન્દર પ્રતાપસિંહ પવારની સૂચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમસેટ્ટીની સૂચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહીબીશનની બદી નેસ્તનાબુદ કરવા તેમજ કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને જાળવી રાખવા માટે ગેરકાયદેસર પ્રોહીબીશનની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઈસમો વિરૂદ્ધ પાસા તથા તડીપાર જેવા અટકાયતી પગલા લેવા થયેલ સૂચના મુજબ ક્રાઈમ બ્રાંચ-જૂનાગઢ દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી અત્રે મોકલતા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તથા કલેકટર શ્રી રચિત રાજ તરફ પોલીસ અધિક્ષકશ્રી મારફત મોકલતા. જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તથા જિલ્લા કલેકટરશ્રી જૂનાગઢ દ્વારા આવી ગેરકાયદેસર પ્રવૃતિની ગંભીરતા સમજી ત્વરીત જૂનાગઢ જિલ્લાના પ્રોહી બુટલેગર્સ ગાંધીગ્રામ વિસ્તારના (૧) સમીર ડોસાભાઈ કોડીયાતર (ઉ.વ. ૩૫) રહે. ગાંધીગ્રામ, નકલંકપરા વિસ્તાર-જૂનાગઢ તથા જોષીપરા વિસ્તારના (૨) સમીર હનીફભાઈ બ્લોચ મકરાણી (ઉ.વ. ૨૬) રહે. જૂનાગઢ, જોષીપરા, નંદનવન મેઈન રોડ, રોનક પાનવાળી શેરીવાળા વિરૂદ્ધ પાસા વોરન્ટ ઈસ્યુ કરવામાં આવેલ.

જે પાસા વોરન્ટ થયા બાદ સામાવાળાને પકડી પાડવા ક્રાઈમ બ્રાંચના ઈન્ચા. પો.ઈન્સ. એચ.આઈ. ભાટીના માર્ગદર્શન હેઠળ પો.સબ ઈન્સ. ડી.જી. બડવા તથા પો. સ્ટાફ વોચ તપાસમાં હતા. દરમ્યાન પો. હેડ કોેન્સ. નિકુલ એમ. પટેલ, જીતેષ એચ. મારૂ તથા પો. કોન્સ. ડાયાભાઈ કરમટા, કરશનભાઈ કરમટા, ભરતભાઈ સોનારા, દેવશીભાઈ નંદાણીયાનાઓએ સંયુકતમાં બાતમી હકીકત મળેલ કે સદર પાસા વોરન્ટના આરોપીઓ પૈકી (૧) સમીર ડોસાભાઈ કોડીયાતર રબારી રહે. જૂનાગઢ, ગાંધીગ્રામ, નકલંકપરા વિસ્તારવાળો જૂનાગઢ, ગાંધીગ્રામ, સીટી બસ કોલોની પાસે હોવાની હકીકત આધારે તથા (૨) સમીર હનીફભાઈ બ્લોચ મકરાણી રહે. જોષીપરા, મેઈન રોડ, રોનક પાનવાળી શેરીવાળો તેના રહેણાંક મકાને હોવાની હકીકત આધારે મજકુર બન્ને ઈસમોને હસ્તગત કરી કોવીડ-૧૯ ટેસ્ટ નેગેટીવ આવતા તા. ૧-૧૨-૨૦૨૧ના રોજ અટક કરી અનુક્રમે સેન્ટ્રલ જેલ, અમદાવાદ તથા સેન્ટ્રલ જેલ, લાજપોર, સુરત ખાતે મોકલી આપવામાં આવેલ.

પાસાના અટકાયતીઓના નામઃ (૧) સમીર સ.ઓ. ડોસાભાઈ લખમણભાઈ કોડીયાતર રબારી (ઉ.વ. ૩૨) રહે. જૂનાગઢ, ગાંધીગ્રામ, નકલંકપરા વિસ્તાર, (૨) સમીર હનીફભાઈ બ્લોચ મકરાણી (ઉ.વ. ૨૬) રહે. જૂનાગઢ જોષીપરા, નંદનવન મેઈન રોડ, રોનક પાનવાળી શેરી.

આ કામગીરીમાં ક્રાઈમ બ્રાંચના ઈન્ચા. પોલીસ ઈન્સ. એચ.આઈ. ભાટી, પો. સબ ઈન્સ. શ્રી ડી.જી. બડવા, શ્રી એ.ડી.વાળા તથા પો. હેડ. કોન્સ. નિકુલ એમ. પટેલ, જીતેષ એચ. મારૂ, પો. કોન્સ. ડાયાભાઈ કરમટા, કરશનભાઈ કરમટા, ભરતભાઈ સોનારા, દેવશીભાઈ નંદાણીયા તથા વુ. પો.કોન્સ. રાજેશ્રી દિવરાણીયા વિગેરે પોલીસ સ્ટાફે સાથે રહી આ કામગીરી કરેલ છે.

(1:52 pm IST)