Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

ધ્રાંગધ્રામાં પાઇપ લાઇનના રીપેરીંગ માટે ખાડો ખોધ્યો : ગાય માતા ખાબકયા : બચાવ

સુરેન્દ્રનગર, તા. ૪ : હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાની તમામ નગરપાલિકાઓમાં કરોડો રૂપિયાના વિકાસનાં કામો કરવામાં આવી રહ્યા છે તેવા સંજોગોમાં ધાંગધ્રા નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારોમાં પાણીની પાઇપ લાઇન રીપેરીંગ કામ તેમજ અન્ય કામગીરી  પ્રારંભ કરવામાં આવ્યો છે તેવા સમયગાળામાં સુરેન્દ્રનગર જીલ્લાનાં ધ્રાંગધ્રામાં નગરપાલિકા દ્વારા રિપેરિંગ કામ માટે ખાડા ખોદવામાં આવ્યા હતા તેમાં વહેલી સવારે ગાય  ખાબકી હતી.

જેમાં ગામના સ્વચ્છતા મિશન ગ્રુપના સભ્યો દ્વારા તાત્કાલિક ધોરણે નગરપાલિકાનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. અને પશુ પ્રેમીઓ દ્વારા આ ગાયને બહાર કાઢવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી કામ ચલાવ ખાડાનું આસપાસ કોઈ સેફટી નહિ હોવાથી રાતે એમનામ ખાડો ખુલ્લો મુકવામાં આવતા ગાય ખાડા ખાબકી હતી. સ્વચ્છતા મિશન ગુપ દ્રારા આ ગાય ને ભારે જહેમત બાદ ગાય ને નગરરપાલિકા કર્મચારી દ્વારા ગાય ને બહાર કાઢવા માં આવી હતી

ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા ભારે બેદરકારી નજરે ચડી છે જેને લઇને શહેરીજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ધ્રાંગધ્રા નગરપાલિકાના જે.સી.બી. ની મદદ અને સામાજિક કાર્યકર મળીને ૧ કલાક ની ભારે મહેનત કરી ગાય નું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

(1:04 pm IST)