Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

સુરેન્દ્રનગરમાં મોબાઇલમાં વરલી મટકાનો જુગાર રમતા બે શખ્સ ઝડપાયા

થાનગઢમાં પ લીટર દેશી દારૂ પકડાયો : ર૦ હજારનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર, તા. ૪ :  સુરેન્દ્રનગર પોલીસ દ્વારા બાતમીના આધારે વિવિધ સ્થળ પર દરોડા કરી મોબાઇલમાં વરલી મટકાનો જુગાર રમતા બે શખ્સ તથા થાનગઢમાં દેશીદારૂ સાથે એક શખ્સ ઝડપાયો હતો.

થાનગઢમાં પટેલ

દેશી દારૂ  સાથે પકડાયો

થાનગઢ બાયપાસ રોડ પર અભેપરના કાચા માર્ગે જવાના રસ્તે બાવળોની કાંટમા આરોપી હસુભાઇ કથુભાઇ ધાંધલ જાતે કાઠી દરબાર (ઉં.વ.૩૮) ધંધો મજુરી રહે.થાનગઢ મફતીયાપરા ઝાલાવાડ પોટરી પાછળ તા.થાનગઢ વાળા આરોપી હસુભાઇ કથુભાઇ ધાંધલ જાતે કાઠી દરબાર ઉં.વ.૩૮ ધંધો મજુરી રહે.થાનગઢ મફતીયાપરા ઝાલાવાડ પોટરી પાછળ તે ગેરકાયદેસર પાસ પરમીટ વગર દેશી દારૂ લીટર-૦૫ કિં.રૂ.૧,૦૦/- નો તથા એક કાળા કલરનું મોટરસાયકલ જેના રજી. નં.GJ-14-P-૦૫૪૪ જેની કિં.રૂ.૨૦,૦૦૦/-  એમ  કુલ ૨૦,૧૦૦/-ના મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન પકડાઈ જઇ ગુનો કર્યા બાબત. આ બનાવની તપાસ પો.હેડ કોન્સ. શ્રી જે.એલ.ખેર થાનગઢ પો.સ્ટે. નાઓ કરે છે. દ્વારા કરવામાં આવી રહી છે.

મોબાઇલમાં વરલી બે મટકાનો જુગાર રમતા શખ્સ ઝડપાયા

સુરેન્દ્રનગર ટી.બી. હોસ્પીટલ પાછળ રઘુવીરનગર સોસાયટીના નાકે આરોપી અજીતભાઇ સુરેશભાઇ સેણેજીયા જાતે રાવળ (ઉં.વ.૨૮) રહે.ટી.બી. હોસ્પીટલ પાછળ બુટ ભવાનીનગર પેપીના કારખાના પાસે આરોપીએ જાહેરમાં પોતાના મોબાઇલમાં વરલી મટકાનો આંક ફરકનો જુગાર રમી રમતા કુલ રોકડા તથા મોબાઇલ નંગ-૧ કિં.રૂ.૨,૦૦૦/- એમ મળી કુલ રૂ.૨,૨૭૦/- ના મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન પકડાઇ જઇ ગુનો કર્યા  બાબત. આ બનાવની તપાસ પો.હેડ કોન્સ.  ડી.જે.વાઘેલા સુરેન્દ્રનગરસીટી એ ડીવી. પો.સ્ટે. નાઓ કરે છે.

દાલમીલ રોડ મફતીયાપરા પાંચ હનુમાન પાસે આરોપી ખેંગારભાઇ પ્રતાપભાઇ ખાવડીયા જાતે ચુ.કોળી (ઉં.વ.૪૨) રહે.સુરેન્દ્રનગર ટી.બી. હોસ્પીટલ પાછળ બુટ ભવાનીનગર પેપીના કારખાના પાસેના આરોપીએ જાહેરમાં પોતાના મોબાઇલમાં વરલી મટકાનો આંક ફરકનો જુગાર રમી રમતા કુલ રોકડા રૂ.૩૨૦/- તથા મોબાઇલ નંગ-૧ કિં.રૂ.૨,૦૦૦/- એમ મળી કુલ રૂ.૨,૩૨૦/-ના મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન પકડાઇ જઇ ગુનો કર્યા બાબત. આ બનાવની તપાસ પો.હેડ કોન્સ. શ્રી એમ.એમ.ઉતેળીયા સુરેન્દ્રનગરસીટી એ ડીવી. પો.સ્ટે. નાઓ કરે છે.

(1:03 pm IST)