Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

સુરેન્દ્રનગર : રમેશ બરીયા બંદુક સાથે ઝડપાયો : એક સપ્તાહમાં ત્રણ ગેરકાયદે હથિયાર ગ્રામ્ય વિસ્તારોમાં ઝડપાયો

(ફારૂક ચૌહાણ દ્વારા) સુરેન્દ્રનગર તા. ૪ : ગ્રામ પંચાયતની ચૂંટણી ૧૯મી ડિસેમ્બરે યોજાવા જઇ રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની ૪૯૭ જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી પણ ૧૯મી ડિસેમ્બરે યોજાશે અને ૨૧ ડિસેમ્બરે તેનું પરિણામ જાહેર થશે ત્યારે હાલ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદેસર હથિયારો મળી આવવાનો સિલસિલો જારી રહ્યો છે એક સપ્તાહમાં સુરેન્દ્રનગર એસ.ઓ.જી પોલીસ દ્વારા ત્રણ જેટલા ગેરકાયદેસર હથિયાર ઝડપી લેવામાં આવ્યા છે અને ઈસમો વિરૂદ્ઘ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાનાઓની સુચના મુજબ સુરેન્દ્રનગર જીલ્લામા ગેરકાયદેસર હથિયાર રાખતા તેમજ વેચાણ કરતા ઇસમો તેમજ અસામાજીક પ્રવૃતી ડામી દેવાની ઝુંબેશના ભાગરૂપે સુરેન્દ્રનગર એસ.ઓ.જી.ના પો.ઇન્સ. વી.વી.ત્રિવેદીનાં માર્ગદર્શન હેઠળ ASI દાજીરાજસિંહ રાઠોડ, રવીભાઇ ભરવાડ, હેડ કોન્સ. હરદેવસિંહ, પો.કોન્સ.જગદિશભાઇ ડ્રાઇવર વિનુભાઇ વિ.સ્ટાફના માણસો સાથે જોરાવરનગર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ હતા. દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મેળવી કે રમેશ વેરશીભાઇ બરીયા જાતે ચુ.કોળી ઉ.વ.૫૦ ધંધો મજુરી રહે.ખોડુ ગામ મફતીયાપરા તા.વઢવાણ જી. સુરેન્દ્રનગરવાળાને ખોડુ ગામ પાધરમાં અંકેડીયા જવાના રસ્તે રોકડીયા હનુમાન પાસેથી એક મજલ લોડ બંદુક કિ.રૂ.૫૦૦૦ સાથે પકડી પાડી મજકુર ઇસમ વિરૂધ્ધમાં જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ મુજબ ગુન્હો નોંધાવેલ છે.

આ મામલે ગ્રામ પંચાયતની ચૂંટણી શાંતિપૂર્વક યોજાઈ અને ડર વગર મતદાન થઇ શકે તેવા આશરે સાથે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ હાથ ધરી અને ગેરકાયદેસર હથિયાર ઝડપી લેવામાં આવી રહ્યા છે.

તેમાં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખોડું ગામેથી વધુ અને ગેરકાયદેસર હથિયાર સાથે ઈસમની અટકાયત કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેવા સંજોગોમાં એક સપ્તાહમાં ત્રણ જેટલા ગેરકાયદેસર હથિયાર ગ્રામ્ય વિસ્તારમાંથી પોલીસે ઝડપી લીધા છે.

(1:03 pm IST)