Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

વિકલાંગોએ તેમને લગતી યોજનાઓનો લાભ મેળવવા વિનંતીની જરૂર નથી, એ તેમનો અધિકાર છે

ખંભાળીયામાં જિલ્લા કલેકટર એમ.એ.પંડ્યાનું ઉદબોધન

દેવભૂમિ દ્વારકા,તા. ૪ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળીયા નગરપાલિકાના યોગ કેન્દ્ર ખાતે જિલ્લા કલેકટરશ્રી એમ.એ.પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ દ્વારા વિકલાંગોને સમાન ત્ત્।કો, સમાન અધિકારો મળે તથા વિકલાંગોમાં વિકાસલક્ષી પ્રવૃતિઓમાં પ્રગતિ કરે તે માટે 'વિશ્વ વિકલાંગ દિન'ની ઉજવણી અન્વયે વિકલાંગ મતદારોને મતદાર ઓળખકાર્ડ નોંધણી અને સુધારા માટે તેમજ વિકલાંગોને સમાજ સુરક્ષા વિભાગની યોજનાકીય આદેશનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી એમ.એ.પંડ્યાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, આપણે વિકસીત થવુ હોય તો આપણે સંવેદનશીલ હોવા જોઈએ, લોકોના કાર્યોને ઝડપથી વાંચા આપી પૂર્ણ કરવા અને તેમના પ્રત્યુતરો આપવા જોઈએ વિકલાંગોએ તેમને લગતી યોજનાઓનો લાભ મેળવવા માટે યાચના કે વિનંતી કરવાની જરૂરી નથી, એ તેમનો અધિકાર છે તેમ પણ ઉમેર્યુ હતું.

આ તકે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ગોવિંદસિંહ રાઠોડએ વિકલાંગ મતદાતાઓના અધિકારો, વ્યવસ્થા મેળવવીએ તેમનો અધિકાર છે તેમ જણાવી વિસ્તૃત રીતે ઉપસ્થિતોને મતાધિકારના મુલ્ય વિશે સમજણ આપી હતી.

આ કાર્યક્રમમાં ખંભાળીયા મામલતદારશ્રી કિશોર લુક્કા, તાલુકા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી પ્રકાશભાઈ ખેરાડા વિ. ઉપસ્થિત રહ્યા હતા.

(12:53 pm IST)