Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

જેતપુરના આરબટીંબડી ગામે ઘરના ફળીયામાંથી ગાંજાનું વાવેતર પકડાયુ

ખેડૂત મુકેશ ઠુંમર ગાંજાના વેચાણ માટે વાવેતર કર્યુ હતું: રૂરલ એસઓજીનો દરોડો

તસ્વીરમાં પકડાયેલ આરોપી (નીચે બેઠેલ) સાથે રૂરલ એસઓજીનો કાફલો નજરે પડે છે.

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૪ : જેતપુરના આરબટીંબડી ગામે ખેડુત મુકેશ ઠુંમરના મકાનમાંથી રૂ. પ૦ હજારનું ગાંજાનું વાવેતર એસઓજી ટીમે ઝડપી લીધું હતું.

રૂરલ એસઓજી પી.આઇ. એસ.એમ. જાડેજા, પી.એસ.આઇ. એચ.એમ.રાણા સ્ટાફના વિજયભાઇ ચાવડા, ઉપેન્દ્રસિંહ જાડેજા, જયવિરસિંહ રાણા ધર્મેન્દ્રભાઇ ચાવડા, અમીતભાઇ કનેરીયા, હિતેષભાઇ અગ્રાવત રણજીતભાઇ ધાધલ, વિજયગીરી ગૌસ્વામી, નીરાલીબેન વેકરીયા, દિલીપસિંહ જાડેજાને સાથે રાખી પેટ્રોલીંગમાં નીકળેલ દરમ્યાન બાતમી મળેલ કે તાલુકાના આરબ ટીંબડી ગામે ખેડુત મુકેશ ઠુંમર નામના શખ્સે પોતાના રહેણાંક મકાનમાં ગાંજાનું વાવેતર કરેલ હોય જે આધારે મુકેશ જમનભાઇ ઠુંમરની રહેણાંક મકાન રામજી મંદિર ચોરા પાસે રેડ કરતા ગાંજો વાવેલ હોય પોલીસે તમામ છોડ ૭ કિલો ર૭૦ ગ્રામ કિ. રૂ.પ૦,૮૯૦ તેમજ મોબાઇલ -૧ મળી કુલ રૂ. પ૧,૩૯૦ ના મુદામાલ સાથે મુકેશને પકડી આગળથી કાર્યવાહી માટે તાલુકાના પોલીસને સોંપી આપેલ છે  પકડાયેલ મુકેશે વેચાણ માટે ગાંજાનું વાવેતર કર્યાની કબુલાત આપી છે.

(12:52 pm IST)