Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

શિલ્પાબેન શાહની રાષ્ટ્રશકિત એકતા મંચના મહિલા મોરચાના ઉપપ્રમુખ પદે વરણી

ભાવનગર તા.૪ : મૂળ બોટાદના વતની એવા શિલ્પાબેન શાહ ની રાષ્ટ્ર શકિત એકતામંચના મહિલા મોરચાના અમદાવાદ ના ઉપપ્રમુખ પદે વરણી થઇ છે. બોટાદ નગરપાલિકાના પ્રથમ સભ્ય અને કર્મનિષ્ઠ આગેવાન નગીનદાસ બગડીયા ના સુપુત્રી શિલ્પાબેન શાહ પિતાની જેમ જ સામાજિક અને રાજકીય ક્ષેત્રે મહત્વનું યોગદાન આપી રહ્યા છે. વિવિધ સંસ્થાઓ અને આગેવાનો દ્વારા સામાજિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ શિલ્પાબેન શાહનું સન્માન થયેલ  છે.

(12:12 pm IST)