Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ

 ગોંડલ : રાજ્ય અને કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ દ્વારા દર મહિનાના -થમ બુધવારે સાયબર જાગૃતતા દિવસ નિમિતે સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ યોજવા જણાવેલ હોય, જે અન્વયે નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ ની સુચના અનુસાર ગોંડલ તાલુકાની એશિયાટિક એન્જીનીયરીંગ કોલેજ ખાતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ રેન્જ દ્વારા કોલેજના વિદ્યાર્થીઓ તથા સ્ટાફને સાયબર ક્રાઈમથી અવેર કરવા માટે કોલેજના ઓડીટોરીયમ હોલ ખાતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર.જે.રામ, વી.એ.પટેલ, પીએસઆઇ સી.એચ.મયાત્રા, બી.એમ.ખેરડીયા તથા કોન્સ્ટેબલ બલદેવસિંઘ વિરડી દ્વારા સાયબર ક્રાઇમ બાબતે માર્ગદર્શન આપવામાં આવેલ હતું,જેમાં સોશિયલ મીડિયા,આર્થિક ફ્રોડ આધારિત સાયબર ક્રાઈમ વિશે માહિતી આપવામાં આવેલ હતી તથા ક્રાઇમ ન બને તે અંગે જરૂરી રાખવાની કાળજી અને ઓનલાઈન ફરિયાદ આપવા બાબતે માર્ગદર્શન આપવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં ૨૫૦ વિદ્યાર્થી અને સ્ટાફ તેમજ એશિયાટિક એન્જીનીયરીંગ કોલેજના સંચાલક ગોપાલભાઈ ભુવા સહિત ના ઓ હાજર રહ્યા હતા.

(12:10 pm IST)