Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

નયના મેડમની જન્મજયંતીની ઉજવણી અંતર્ગત જુનાગઢમાં સોમવારે કાર્યક્રમ

જુનાગઢ, તા., ૪: નયના મેડમ જયેન્દ્ર જોબનપુત્રા એજ્યુકેશન ્રૂ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરિત નયના મેડમ નારીશકિત સંસ્થાન તથા નયના મેડમ રઘુવંશી લેડીઝ કલબના સંયુકત ઉપક્રમે નયના મેડમ ની જન્મ જયંતી ની ઉજવણી સ્નેહમિલન તથા નયના મેડમ કલબના નવનિયુકત હોદેદારો ને આવકાર સાથે પરિચય આપવા નો એક કાર્યક્રમ સોમવારે સાંજે ૫ થી ૦૭:૩૦ આર્ય સમાજ હોલ દાતાર રોડ જુનાગઢ ખાતે શહેરની વિવિધ મહિલા સંસ્થાઓના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં રાખેલ છે.

     આ કાર્યક્રમમાં નયના મેડમ રાજકોટ ખાતે મ્યુઝિકલ કાર્યક્રમમાં જે જૂની ફિલ્મોના ગીતો સ્ટેજ ઉપરથી ગાતા હતા તેઓના આ પ્રિય ગીતોનું ગાન શ્રદ્ધાંજલિ રૂપે ૅ આલાપ મ્યુઝિકલ ગ્રુપ જુનાગઢ દ્વારા કરવામાં આવશે

   નયના મેડમ નો જન્મ ભાઈ બીજ ના દિવસે થયેલ હોય પરંતુ દિવાળીના તહેવારોને કારણે કાર્યક્રમ હવે રાખેલ છે

   સંસ્થાપક જયેન્દ્રભાઈ જોબનપુત્રાના સહયોગથી કાર્યરત સંસ્થાઓના કાર્યક્રમના અંતે અલ્પાહાર રાખેલ છે.

ભાગવત સપ્તાહનું આયોજન

શ્રી લેઉવા પટેલ મહિલા સમિતિ દ્વારા એક ઉમદા ધાર્મિક કાર્ય કરવામાં આવી રહેલ છે. ગત કોરોના કાળમાં જે વ્યકિતઓના મૃત્યુ થયેલ છે. તેઓના પવિત્ર આત્માને શાંતી મળે - મોક્ષ મળે- અને સ્વર્ગમાં વાસ મળે તે માટે જુનાગઢ ખાતે એક ભાગવત સપ્તાહ ક્ષાર યજ્ઞનું આયોજન કરવામાંઆવેલ છે.

આ ભાગવત સપ્તાહ નો પ્રારંભ તારીખઃ ૨૭/૧૨/૨૦૨૧ ને સોમવાર ના રોજ કરવામાં આવશે. અને પૂર્ણાહુતી તારીખ ૦ર/૦૧/ર૦રરને રવિવાર ના રોજ કરવામાં આવશે કથા શ્રવણનો સમય દરરોજ બપોરના ૨:૩૦ થી ૬:૦૦ સુધીનો રહેશે. કથાના વ્યાસાસને વકતા તરીકે સુપ્રસિદ્ધ કથાકાર શ્રી રવિભાઈ દવે (મોટી મોણપરીવાળા) બીરાજી કથાનું રસપાન કરાવશે. કથા સ્થળ પટેલસમાજ કયાડાવાડી જોષીપરા જુનાગઢ રહેશે.

શ્રી ભાગવત સપ્તાહમાં પિતૃઓના મોક્ષાર્થે જે વ્યકિતઓને પાટલા લખાવવાના હોય તેઓએ નીચે ની વ્યકિતઓ સંપર્ક કરવો. પાટલા અને યશની માહિતી મોબાઈલ અથવા રૂબરૂ આપવામાં આવશે.

મોબાઈલ નંબરઃ-  (૧) નિર્મળાબેન ડોબરીયા (મો.નં. ૮૮૪૯ ૫૨૪૯૪૦) (ર) ભાવનાબેન પોશીયા (મો.નં. ૯૮૯૮ ૮૫૦૪૦૬) (૩) કાજલબેન કાકડીયા (મો.નં. ૭૦૧૬૫ ૪૬૩૮૫)(૪) હર્ષાબેન વધાસીયા (મો.નં. ૯૮રપ૬ ૪૩૭૬૮)

જૂનાગઢનું ગૌરવ

વેટરનરી કોલેજ કામધેનુ યુનિવર્સિટી જૂનાગઢ ના વિભાગીય વડા ડો. એચ.એચ. સવસાણી તાજેતરમાં એનિમલ નુટ્રીશન સોસાયટી ઓફ ઇન્ડિયા (ANSI) ની  યોજાયેલ રાષ્ટ્રીય ચૂંટણી માં CEC મેમ્બર તરીકે ખુબજ બહોળા મતોથી વિજય થયેલ છે. ડો. એચ.એચ. સવસાણી એ સતત બીજી વખત ANSI ની ચૂંટણી માં જીત મેળવી છે અને રાષ્ટ્રીય કક્ષાએ ANSI મા ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. ચાલુ ટર્મ માં તેઓ વાઇસ પ્રેસિડેન્ટ (વેસ્ટ ઝોન) તરીકે હતા અને આ ટર્મ માં તેઓ CEC મેમ્બર તરીકે બે વર્ષ રહેશે. ખૂબ ખૂબ અભિનંદન.

સીનીયર સીટીઝન્સ મંડળ જુનાગઢની માસીક મીટીંગ

સીનીયર સીટીઝન્સ મંડળ જુનાગઢના સભ્યોની ડીસેમ્બર-ર૦ર૧ની માસીક મીટીંગ તા.૧ર રવિવારના રોજ સાંજના પ વાગ્યે અપના ઘર, ગિરનાર રોડ, જુનાગઢ મુકામે મળશે. આ મીટીંગમાં મંડળના સભ્યશ્રીઓને પોતાના આઇકાર્ડ તથા વર્ષ ર૦ર૧-રરના મીટીંગ અનુદાન કાર્ડ સાથે હાજર રહેવા અનુરોધ કરવામાં આવેલ છે.

સરકારશ્રીની કોરોના ગાઇડ લાઇન મુજબ માસ્ક પહેરવુ અને સોશ્યલ ડીસ્ટન્સ પાળવાનું રહેશે. 

(12:09 pm IST)