Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

ટંકારા તાલુકા ગ્રામ પંચાયતની ચુંટણીમાં ૫૭ તથા સભ્યોના ૨૬૫ ફોર્મ ભરાયા

ટંકારા,તા. ૪: ટંકારા તાલુકાની ગ્રામ પંચાયત ની ચૂંટણીમાં સરપંચના ૫૭ તથા સભ્યોના ૨૬૫ ફોર્મ ભરાયેલ છે.

ટંકારા તાલુકામાં ૪૨ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. તેમાં વર્ષ ૨૦૧૬ની ચૂંટણીમાં ૧૬ ગ્રામ પંચાયતો સામાન્ય સમરસ અને ત્રણ ગ્રામ પંચાયતો મહિલા સમરસ થયેલ. કુલ ૧૯ ગ્રામ પંચાયત સમરસ થયેલ. આ ચૂંટણીમાં પણ અનેક કોશ ગ્રામ પંચાયત સમરસ રચાશે. પ્રથમ વખત સમરસ ગ્રામ પંચાયત બનનારને રૂપિયા ૩ લાખ વધારાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. ટંકારામાં મામલતદાર કચેરી તથા તાલુકા વિકાસ અધિકારી કચેરી ખાતે ફોર્મ ભરવાની કામગીરી ચાલે છે.

ટંકારા તાલુકાના ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ ના ફોર્મ તારીખ ૨૯ના રોજ ૧ તારીખ ૩૦ના રોજ ૧ તથા તારીખ ૨ના રોજ ૧૭ તથા તારીખ ૩ ના રોજ ૩૮ ફોર્મ ભરાયેલ છે. સભ્યો માટેના ફોર્મ તારીખ ૩૦ના રોજ૧ તારીખ ૨ના રોજ ૬૫ તથા તારીખ ૩ ના રોજ ૧૯૯ ફોર્મ ભરાયેલ છે કુલ સભ્ય ની ચૂંટણી માટે ૨૬૫ ફોર્મ ભરાયેલ છે. ટંકારા ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ભૂતપૂર્વ પ્રાથમિક શિક્ષક અને પાટીદાર ગોરધનભાઈ દેવજીભાઈ ખોખાણીએ સરપંચ પદ માટે પોતાની પેનલ સાથે ઉમેદવારી નોંધાવેલ છે.

(12:08 pm IST)