Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

માળીયા મિંયાણાના મોટા દહીંસરા ગામે ક્રિપાલસિંહ ઉપર લોખંડના પાઇપથી હુમલો

ખેતરમાં ગાડી ચલાવવાની ના પાડતા તેનો ખાર રાખી અજયસિંહ, હરદેવસિંહ, જયેન્દ્રસિંહ અને મજબૂતસિંહ તૂટી પડયા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૪ : માળિયા મિંયાણા તાલુકાના મોટા દહીસરા ગામે ખેતરમાં ગાડી ચલવવાની નાં પાડતા ચાર શખ્સોએ યુવાનને માર મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ માળિયા પોલીસમાં નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ માળિયા તાલુકાના મોટા દહીસરા ગામે વિવેકાનંદનગરમાં રહેતા ક્રિપાલસિંહ વિસુભા જાડેજા (ઉ.૩૬) એ માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના ખેતરમાં આરોપી અજયસિંહ ભાવુભા જાડેજા તેની ગાડી ચલાવતા હોય જેથી ફરિયાદી ક્રિપાલસિહે ગાડી ચલાવવાની નાં પાડતા જે બાબતનો ખાર રાખી આરોપી અજયસિંહ ભાવુભા જાડેજા, હરદેવસિંહ ભાવુભા જાડેજા, જયેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા અને મજબુત સિંહ બળવંતસિંહ જાડેજા રહે-બધા મોટા દહીસરા એ ફરિયાદી ક્રિપાલસિંહને ગાળો આપી લોખંડના પાઈપ વડે માર મારી પગમાં માર મારી ફેકચર જેવી ઈજા કરી લોખંડના પાઈપ વડે વાસામાં હાથમાં માર મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ માળિયા પોલીસમાં નોંધાઈ છે તો માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ પી એસ આઈ એન એચ ચુડાસમા ચલાવી રહ્યા છે.

(12:06 pm IST)