Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

રાષ્ટ્રીય નૌસેના દિવસ

દર વર્ષે ૪ ડિસેમ્બરે રાષ્ટ્રીય નોસેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે નૌસેનાના વીરલાઓને યાદ કરવામાં આવે છે.

નૌસેના દિવસ ૧૯૭૧માં ભારત-પાકિસ્તાન યુદ્ઘમાં વિજય મેળવનાર ભારતીય નૌકાદળની શકિત અને બહાદુરીને યાદ કરી ઉજવવામાં આવે છે.

પાકિસ્તાની સેના દ્વારા ૩ ડિસેમ્બરે આપણા હવાઇ વિસ્તાર અને સીમાવર્તી વિસ્તારમાં હુમલો કરાયો હતો. આ હુમલાએ ૧૯૭૧ના યુદ્ઘની શરૂઆત કરી હતી. પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે 'ઓપરેશન ટ્રાઇડેન્ટ' શરૂ કરાયું હતું.

'ઓપરેશન ટ્રાઇડેન્ટ' હેઠળ ૪ ડિસેમ્બર, ૧૯૭૧ ના રોજ ભારતીય નૌકાદળએ પાકિસ્તાનના કરાચી નૌસેના પર હુમલો કર્યો હતો. આ ઓપરેશનની સફળતા ધ્યાનમાં રાખીને ૪ ડિસેમ્બરે દર વર્ષે નૌસેના દિવસ ઉજવાય છે.

પ્રથમ વખત જહાજ પર હુમલો કરનાર એન્ટિ શિપ મિસાઈલથી હુમલો થયો હતો. આ હુમલામાં પાકિસ્તાનના દ્યણા જહાજ નષ્ટ કરાયા હતા. આ દરમિયાન પાકિસ્તાનના ઓઇલ ટેંકર પણ નષ્ટ થયા હતા. કરાચી હાર્બર ફ્યૂઅલ સ્ટોરેજના નષ્ટ થઇ જવાથી પાકિસ્તાન નૌસેનાની કમર તૂટી ગઈ હતી. કરાચીના તેલ ટેંકરોમાં લાગેલી આગની લપટો ૬૦ કિલોમીટર દૂરથી પણ જોઇ શકાતી હતી અને સતત સાત દિવસ સુધી કરાચી તેલ ડેપો સળગતો રહ્યો હતો.

ભારતીય નૌસેનાનો ઇતિહાસ ભારતીય નૌસેના ભારતીય સૈન્યનું સામુદ્રિક અંગ છે જેની સ્થાપના ૧૬૧૨માં થઇ હતી. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના જહાજોની સુરક્ષા માટે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના મરીન તરીકે સેના રચી હતી. જેણે પછીથી રોયલ ભારતીય નૌસેના નામ આપવામાં આવ્યું. ભારતની આઝાદી પછી ૧૯૫૦માં નૌસેનાની રચના ફરી થઈ અને તેને ભારતીય નૌસેના નામ આપવામાં આવ્યું. : લેખન :

ડો.સચિન જે.પીઠડીયા

માંગરોળ

(11:20 am IST)