Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

મોરબી : જેતપર જિલ્લા પંચાયત બેઠક હેઠળ આવતા જેટલા ગામો સમરસ થાય તેને રૂ. ૧ લાખ.

મોરબીના સેવાભાવી યુવાન અને જિલ્લા પંચાયતના ચેરમેન અજય લોરીયા દ્વારા સરાહનીય અને આવકારદાયક પહેલ કરી છે. આગામી યોજાનાર ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે હાલ ફોર્મ ભરવાનું ચાલુ છે . ત્યારે ગામ માં એકતા જળવાય અને સમરસ થાય તો સરકાર દ્વારા ગામનો વિકાસ થાય માટે વધારાની ગ્રાંટ આપવામાં આવે છે
જેથી ગામનો સર્વાંગી વિકાસ થાય ત્યારે સેવા કાર્યો અને લોકોના કામોમાં હંમેશા અગ્રેસર રહેતા રાષ્ટ્ર ભક્ત યુવાન અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા દ્વારા વધુ ને વધુ ગામો સમરસ થાય તેના માટે જિલ્લા પંચાયતની જેતપર સીટમાં આવતા ગામો જેતપર,વાઘપર,પીલુડી,રાપર, સાપર, જસમતગઢ,ગાળા, ચકમપર,જીવાપર, કેશવનગર ,લક્ષ્મીનગર ,ભરતનગર, નવા સાદુળકા, હરીપર ,કેરાળા, રવાપર (નદી),ગુંગણ ,સોખડા, બહાદુરગઢ ,નવા નાગડાવાસ ,જૂના નાગડાવાસ ,કૃષ્ણનગર,ભક્તિનગર ,અણિયારી, અમરનગર,જૂના સાદુળકા ગામોમાથી જે ગામ સમરસ થાશે એ ગામના વિકાસ માટે પોતે પોતાના તરફથી  ૧ લાખ રૂપિયા વિકાસ કાર્યો માટે આપવાની જાહેરાત કરી છે.

(11:24 am IST)