Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

મોરબીમાં દિવ્યાંગતા પ્રમાણપત્ર કેમ્પ ત્રીજા માળે યોજી તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું.

દિવ્યાંગો માટે સરકાર વિવિધ સુવિધાઓ આપવાનું કહે છે ત્યારે દિવ્યાંગતા કેમ્પ ત્રીજા માળે કેમ યોજવામાં આવ્યો ?

મોરબી :  અંધેર નગરી કહેવત ખુબ પ્રચલિત છે મોરબીમાં આ કહેવત અનેક વખત લાગુ પડતી હોય છે જેમાં આજે વર્લ્ડ ડિસેબલ ડે નિમિતે દિવ્યાંગતા પ્રમાણપત્ર કેમ્પનું આયોજન કરાયું હતું જોકે કેમ્પ સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર નહિ ત્રીજા માળે યોજાયો હતો ત્યારે ત્રીજા માળે પહોંચવામાં દિવ્યાંગોને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હશે તેનો અંદાજ સુધ્ધા નીમ્ભર તંત્રને નહિ હોય
 આજે વર્લ્ડ ડિસેબલ ડે નિમિતે દિવ્યાંગતા પ્રમાણપત્ર આપવા માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે કેમ્પ યોજવામાં આવ્યો હતો સિવિલ હોસ્પિટલ અને સમાજ સુરક્ષા કચેરીના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગોના લાભાર્થે કેમ્પ યોજવામાં આવ્યો હતો જે કેમ્પમાં પ્રાંત અધિકારી ડી એ ઝાલા, મામલતદાર ડી જે જાડેજા, ડીઈઓ બી એમ સોલંકી, અનિલા પીપળીયા અને ડો દૂધરેજિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને દિવ્યાંગતા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા
દિવ્યાંગો સમયસર આવી ગયા, મહેમાનોએ દોઢ કલાક રાહ જોવડાવી
દિવ્યાંગોના લાભાર્થે આજે પ્રમાણપત્ર કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં સવારે ૦૯ : ૩૦ નો સમય આપવામાં આવ્યો હોવાથી દિવ્યાંગો તો સમયસર પહોંચી ગયા હતા પરંતુ “મહાનુભાવો ” દોઢ કલાક મોડા એટલે કે ૧૧ વાગ્યે પહોંચ્યા હતા અને ત્યાં સુધી દિવ્યાંગોને રાહ જોવી પડી હતી એટલું જ નહિ દિવ્યાંગો માટેનો કેમ્પ પણ ત્રીજા માળે યોજાયો હતો જે વ્યવહારુ અને માનવીય દ્રષ્ટીએ પણ યોગ્ય ના કહેવાય

Attachments area

(10:34 am IST)