Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

મોરબીના ગ્રીન ચોક નજીક આવેલ પ્રતિમા એપાર્ટમેન્ટ પર મંજુરી વગરના મોબાઈલ ટાવર હટાવવા માંગ કરાઈ.

મોરબીના ગ્રીન ચોક નજીક આવેલ પ્રતિમા એપાર્ટમેન્ટ પર મોબાઈલ ટાવર ગેરકાયદેસર મંજુરી વગર હોય જે નુકશાન કરતો હોય જેથી મોબાઈલ ટાવર હટાવવા સામાજિક કાર્યકરોએ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને રજૂઆત કરી છે
મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જીગ્નેશભાઈ પંડ્યા, જગદીશભાઈ બાંભણીયા, અશોક ખરસરીયા સહિતનાઓ દ્વારા પાલિકા ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખને રજૂઆત કરી જણાવ્યું છે કે પારેખ શેરી ગૌરાંગ શેરીમાં આવેલ પ્રતિમા એપાર્ટમેન્ટ પર મોબાઈલ ટાવર નાખેલ છે જેની મંજુરી લીધી છે કે નહિ અને મંજુરી કોને આપી છે ટાવરમાંથી રેડીએશન થાય છે જેથી બાળકો અને વૃદ્ધોને તેમજ ગર્ભવતી મહિલાઓને નુકશાન થાય છે
 જે અંગે સીટી મામલતદાર દ્વારા ઓગસ્ટ ૨૦૨૧ માં હુકમ કરેલ છે છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી રેસીડેન્ટ વિસ્તારમાંથી ટાવર તાત્કાલિક હટાવવો જોઈએ ગીચ વિસ્તારમાં ચાર માલની બિલ્ડીંગ પર ત્રણ ત્રણ ટાવર નાખ્યા છે જે નુકશાન કરતા હોય જેથી તાત્કાલિક હટાવવા યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.

(10:33 am IST)