Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

મોરબી જીલ્લામાં ગ્રામ પંચાયત ચુંટણીમાં આજે ૧૮૩૬ ફોર્મ ભરાયા.

સરપંચ માટે ૩૪૨ અને સભ્ય માટે ૧૪૯૪ ફોર્મ ભર્યા.

મોરબી જીલ્લામાં ગ્રામ પંચાયત ચુંટણીમાં ફોર્મ ભરવાનો ધમધમાટ જોવા મળી રહ્યો છે અને આજે પણ ફોર્મ ભરવા ઉમેદવારોનો ઘસારો જોવા મળ્યો હતો જેમાં જીલ્લાના પાંચ તાલુકામાં સરપંચ માટે ૩૪૨ જયારે સભ્ય માટે ૧૪૯૪ ફોર્મ મળીને આજે ૧૮૩૬ ફોર્મ ભરાયા છે
મોરબી જીલ્લાની ગ્રામ પંચાયત ચુંટણી માટે આજે મોરબી તાલુકામાં સરપંચ માટે ૭૩ અને સભ્ય માટે ૩૪૭ ફોર્મ, ટંકારા તાલુકામાં સરપંચના ૩૮ અને સભ્યના ૧૯૯ ફોર્મ, હળવદ તાલુકામાં સરપંચના ૭૩ અને સભ્યના ૨૭૩ ફોર્મ, વાંકાનેર તાલુકામાં સરપંચ માટે 119 અને સભ્ય માટે ૪૯૨ ફોર્મ જયારે માળિયા તાલુકામાં સરપંચના ૩૯ અને સભ્યના ૧૮૩ ફોર્મ ભરાયા છે જીલ્લામાં આજે કુલ ૧૮૩૬ ફોર્મ ભરાયા છે
તો આજદિન સુધીમાં જીલ્લાના પાંચ તાલુકામાં સરપંચ માટે કુલ ૬૦૪ ફોર્મ જયારે સભ્ય માટે ૨૪૪૧ ફોર્મ ભરાયા છે શનિવારે ફોર્મ ભરવાનો આખરી દિવસ છે ત્યારે ફોર્મની સંખ્યામાં હજુ પણ વધારો નોંધાઈ સકે છે.

(10:27 am IST)