Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

કચ્છની ૪૭૮ ગ્રામ્મ પંચાયતની ચૂંટણીઓનો ધમધમાટ: સરપંચ માટે ૧૦૫૪, સભ્ય માટે ૪૨૯૯ ફોર્મ

આજે અંતિમ દિવસ, કોરોનાના સંકટ વચ્ચે ચુંટણીની ચહલપહલ

ભુજ :  એકબાજુ કોરોનાનું સંકટ તોળાઈ રહ્યું છે. બીજી બાજુ ૪૭૮ ગ્રામ પંચાયતની ચૂંટણીએ કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં ચહલ પહલ વધારી છે. આજે ૪ ડિસેમ્બર ચુંટણી  માટેના ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. ગઈ કાલ સુધીમાં કચ્છ જિલ્લામાં સરપંચ પદ માટે ૧૦૫૪ જ્યારે સભ્ય પદ માટે ૪૨૯૯ ફોર્મ ભરાયા છે. સરપંચ તેમ જ સભ્યો માટે સમરસ થવાની અપીલ વચ્ચે આ વખતે ચુંટણી લડી લેવાનો મિજાજ વધુ જોવા મળી રહ્યો છે. શિયાળાની ઠંડક અને કોરોનાની ચેતવણી ઉપર રાજકીય ગરમી હાવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની ચેતવણી તેમ જ તંત્રની તાકીદ હોવા છતાંયે લોકોમાં માસ્ક અને સોશ્યલ ડીસ્ટનીંગ ફરી ભૂલાયા છે.
    

 

(11:26 am IST)