Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

મોરબી નજીક બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત ડ્રાઇવર સાઈડનો ભાગ પડીકું વળી ગયો

અકસ્માતને પગલે તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો

રાજકોટ-મોરબી હાઇવે અકસ્માત ઝોન સમાન બની ગયો છે જ્યાં છાશવારે અકસ્માત સર્જાતા રહે છે ત્યારે હાલમાં હાઈવે પર એક ટ્રક પાછળ બીજો ટ્રક ઘુસી ગયો હતો જે અકસ્માતને પગલે હાઈવે બંધ કરવાની ફરજ પડી હતી તો અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી નથી

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ મોરબી હાઇવે પર આજે સવારે અનાસ હોટલ નજીક રાજકોટ તરફ બે ટ્રક જતા હતા. જેમાંથી પાછળ જતો ટ્રક આગળ જઈ રહેલા ટ્રક પાછળ અથડાયો હતો જે અકસ્માતને પગલે પાછળ રહેલા ટ્રકની ડ્રાઈવર સાઈડનો ભાગ પડીકું વળી ગયો હતો અકસ્માતને પગલે તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને અકસ્માતને પગલે હાઈવેની એક સાઈડ બંધ કરવામાં આવી હતી તો અકસ્માતમાં કોઈ જાનહાની થયાની માહિતી પ્રાપ્ત થઇ નથી.

(9:30 pm IST)