Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

ધોરાજીના જમનાવડ રેલ્વે ક્રોસિંગ નજીકથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઇ:આરોપી નાસી છુટવામાં સફળ

ધોરાજી :ધોરાજી ખાતે જમનાવડ રેલ્વે ક્રોસિંગ પાસે ઈંગ્લીશ દારૂ ભરેલી કાર ઝડપાઇ હતી. જ્યારે આરોપી નાસી છુટવામાં સફળ રહ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ ધોરાજીના જમનાવડ રોડ પાસે આવેલ રેલ્વે ફાટક નજીક ધોરાજી પોલીસે શંકાસ્પદ કાર અટકાવતા કાર ચાલક અજાણ્યાં શખ્શો કાર રેઢી મુકી નાસી ગયા હતાં. જ્યારે કારમાંથી ૧૯૨ બોટલ ઈંગ્લીશ દારૂ ૯૬,૦૦૦  ની કિંમતનો દારૂ અને કાર મળી ૩,૯૬,૦૦૦ નો મુદ્દામાલ જડપાયો હતો. ધોરાજી પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલએ અજાણ્યાં ઇસમો વિરૂદ્ધ ગુનો દાખલ કરી વિશેષ કાર્યવાહી હાથ ધરી છે

(9:12 pm IST)