Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

દાતાઓના સહયોગથી મોરબી પાટીદાર નવરાત્રી મહોત્સવમાં મનોદિવ્યાંગ બાળકોની શાળા માટે વાન અર્પણ કરાઈ.

મોરબીમાં વર્ષ ૨૦૦૬ થી ચાલતી મનોદિવ્યાંગ બાળકો માટે માં મંગલમૂર્તિ વિશિષ્ટ બાળકોની શાળા ચાલે છે જેમાં ૪૫ જેટલા મનોદિવ્યાંગ બાળકોને સારું જીવન જીવવાની પ્રેરણા આપવામાં આવી રહી છે ત્યારે મનોદિવ્યાંગ બાળકોની શાળા માટે પાટીદાર નવરાત્રી મહોત્સવમાં દાતાઓ દ્વારા વાન અર્પણ કરવામાં આવી છે.
મોરબીની માં મંગલમૂર્તિ વિશિષ્ટ બાળકોની શાળામાં મેન્ટલી ચેલેન્ઝ બાળકોને અક્ષર જ્ઞાન, રંગપુરણી, ચિત્રકામ એબેકસ પ્રવૃત્તિ,વાંચન, લેખન ગણન વગેરે શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે સાથે રોજ બરોજની દૈનિક ક્રિયાઓ કેવી રીતે કરવી?  એ શીખવવામાં આવે છે, બપોર સુધી આ બધા જ બાળકો જીવનના પાઠ ભણે છે જેથી બાળકો પોતાના ઘરના એક ખૂણામાં પડી ન રહેતા સમાજ વચ્ચે આવી માનભેર જીવન જીવી શકે એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે
ત્યારે આ બાળકોના પરિવહન માટે શાળાએ આવવા જવા માટે વ્યવસ્થાની જરૂરત હોવાથી યુવા અગ્રણી અજય લોરિયા દ્વારા સંચાલિત સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા ચાલતી પાટીદાર નવરાત્રીમાં સવજીભાઈ બારૈયા અને પ્રમોદભાઈ વરમોરાના સૌજન્યથી સ્કૂલ વેન અર્પણ કરવામાં આવી છે.

(9:11 pm IST)