Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

વિસાવદરના કોંગ્રેસના કદાવર ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયાનુ ધારાસભ્યપદેથી રાજીનામુ : ભાજપમાં જોડાશે..? : વ્યાપક ચર્ચા

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.4 : વિસાવદર-ભેસાણ વિસ્તારના કોંગ્રેસના કદાવર ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ રિબડીયાએ ધારાસભ્ય તરીકેનુ રાજીનામુ રાજીખુશીથી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ રજુ કરતા સ્પીકરે આ રાજીનામુ સ્વિકારી લીધુ હોવાનુ સુમાહિતગાર વર્તુળોમાથી જાણવા મળે છે.
ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયાએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો.નિમાબેન આચાર્યને રૂબરૂ મળી રાજીનામુ આપ્યુ હતુ જેનો સ્વીકાર કરી મંજુર કરવામા આવેલ છે.

(8:40 pm IST)