Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડીયા નું ધારાસભ્ય પદેથી રાજીનામું ભાજપમાં જાય છે કે અન્ય કોઈ પક્ષમાં ? તે અંગે ભારે ચર્ચા

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૪ : 87 - વિસાવદર મતવિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય 

શ્રી હર્ષદભાઈ રીબડિયાએ આજે સાંજે વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યના નિવાસસ્થાને ગાંધીનગર ખાતે જઈને  ધારાસભ્યપદેથી  રાજીખુશીથી રાજીનામું આપી દીધું છે.

વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યએ એમના રાજીનામાનો સ્વીકાર કર્યો છે.

        હર્ષદભાઈ રીબડીયા હવે ભાજપમાં જાય છે કે અન્ય કોઈ પક્ષમાં ? તે અંગે ભારે ચર્ચા થઈ રહી છે અચાનક રાજીનામું આપી દેતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.

 

(8:24 pm IST)