Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

પોરબંદરમાં ડિમોલિશન બાદ તંગ સ્થિતિ સર્જાતા જૂનાગઢ રેન્જ ડીઆઈજી દોડ્યા :મુસ્લિમ આગેવાનો સાથે બેઠક યોજીને શાંતિ જાળવવા અપીલ કરી

રાણાવાવ અને કુતિયાણા તથા પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન અને કીર્તિમંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કલેકટર દ્વારા કલમ 144 લાગુ :40થી વધુ શખ્શોને રાઉન્ડઅપ કરાયા

પોરબંદર : ધાર્મિક સ્થળ પાસે તંત્ર દ્વારા ડિમોલિશન વખતે લોકોના ટોળા એકત્ર થઇ જતા પરિસ્થિતિ તંગ બનતા જૂનાગઢ રેન્જ ડીઆઈજી બપોરે પોરબંદર દોડી આવીને મુસ્લિમ આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજીને સૌને શાંતિ જાળવવા અપીલ કરી હતી

 મેમનવાળા વિસ્તારમાંથી પોલીસ દ્વારા 10થી 15 શખ્શોને તેમજ ઉદ્યોગનગર વિસ્તારમાંથી 20 થી 25 લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે,બંને વિસ્તારોમાં કુલ 40 થી વધુ શખ્શોને રાઉન્ડ અપ કરેલ છે,

દરમિયાન જિલ્લા કલેકટર દ્વારા રાણાવાવ અને કુતિયાણા તેમજ પોરબંદર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન અને કીર્તિમંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કલમ 144 લાગુ કરતું જાહેરનામું  કરાયું હતું,

 

(8:15 pm IST)