Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

ગોંડલ રાજકોટ ખાતે નવરાત્રિ પર્વના પ્રથમ નોરતે ૯ નવદુર્ગાઓનું અવતરણ

પરિવારજનો સાક્ષાત લક્ષ્મીજી અવતર્યા હોવાનું અને સ્વયંને ભાગ્યશાળી હોવાનો ગર્વ અનુભવે છે

  રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલમાં નવરાત્રીના પાવન પર્વના પ્રથમ નોરતે નવ દીકરીઓ જન્મતાં હોસ્પિટલ અને પરિવારજનોમાં જાણે કે સાક્ષાત ૯ નવદુર્ગાઓનું અવતરણ થયું હોવાની અનુભૂતિ સાથે આનંદનું વાતાવરણ છવાઈ જવા પામેલ છે.

સરકારના આયુષ્માન ભારત 'પી.એમ.જે.વાય. મા' યોજનાના સથવારે ગોલ્ડ મેડલિસ્ટ ડો. ચિરાગ ઠુંમર દ્વારા શ્રીરામ હોસ્પિટલમાં પ્રથમ નોરતે સફળતાપૂર્વક કુલ ૧૧ પ્રસૂતી કરવામાં આવી હતી જેમાં આ નવ દીકરીઓ અને બે દીકરાઓનો જન્મ થયેલ છે.
સામાન્ય રીતે નવરાત્રી એ શક્તિ આરાધનાનું પર્વ છે ભાવિકજનો માતાઓ, બહેનો, બાળાઓ સહિત  આબાલવૃદ્ધ સૌ કોઈ આ પર્વમાં નવ દિવસ ખૂબ જ આસ્થાપૂર્વક ગરબે ઘૂમી માતાજીની આરાધના કરતા હોય છે ત્યારે આ પાવન દિવસોમાં આ નવ દીકરીઓના જન્મ એટલે કે જાણે કે પોતાના ઘરે લક્ષ્મીજી અવતર્યા હોવાથી સ્વયંમને ભાગ્યશાળી માને છે
  અત્રે ઉલ્લેખનીય છે કે સરકારશ્રીના આયુષ્માન ભારત 'પી.એમ.જે.વાય. મા' યોજનાનો લાભ મળતાં આ પ્રસુતી માટે કે હોસ્પિટલના ઈન્ડોર દર્દી તરીકે પરિવારજનોને કોઈપણ જાતનો ખર્ચ થયેલ નથી.
 આ પરિવારજનો અહોભાવ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા સરકાર પ્રત્યે આભારની લાગણી પ્રગટ કરતાં આયુષ્માન ભારત 'પી.એમ.જે.વાય. મા' યોજનાનો લાભ લેવા દરેક જરૂરિયાતમંદોને સમયસર આ આયુષ્માન ભારત 'પી.એમ.જે.વાય. મા' કાર્ડ સમયસર કઢાવી લેવા અપીલ કરે છે.

 

(7:52 pm IST)