Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

જામનગરમાં જલાની જાર વિસ્‍તારમાં ગરબીમાં રમઝટ

જામનગરમાં નવરાત્રી દરમ્‍યાન જલાની જાર વિસ્‍તારમાં આવેલા ગરબીચોકમાં સદીઓથી દુહા-છંદ સાથે પુરુષો ગરબે ધૂમે છે.  જયાં ગઈકાલે રાત્રે સદીઓની પરંપરા મુજબ ઈશ્વર વિવાહ યોજાયા હતા.રાત્ર ીથી વ્‍હેલી સવાર સુધી ૅશિવને વરવા ઉમિયા અવતર્યા ના નાદ સાથે નાના બાળકો થી માંડીને મોટી ઉંમરના પુરુષોએ નાત-જાતના ભેદ ભૂલીને ધોતી અબોટીયુ ધારણ કરી ઢોલ અને નગારા ના તાલે માઇક સ્‍પીકર વગર ઇશ્વર વિવાહમાં ભાગ લીધો હતો . હા ઈશ્વર વિવાહમાં જામનગર ૭૯ ના ધારાસભ્‍ય અને પૂર્વ કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ પણ ધોતી પહેરી જોડાયા હતા. તેમની સાથે મેયર મીનાબેન કોઠારી, શહેર ભાજપ પ્રદેશ ડો.વિમલ કગથરા, સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારીયા, કોર્પોરેટર દિવ્‍યેશ અકબરી, નિલેશ કગથરા સહિતના અગ્રણીઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્‍યામાં લોકો ઉમટી ઇશ્વર વિવાહમાં જોડાયા હતા. (અહેવાલઃ મુકુંદ બદિયાણી,  તસ્‍વીર-કિંજલ કારસરીયા-જામનગર)

(5:06 pm IST)