Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

પોરબંદર બ્રહમસમાજ મહિલા પાંખ દ્વારા રાસગરબા

સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ (પોરબંદર જિલ્લા મહિલા પાંખ) દ્વારા નવરાત્રી અંતર્ગત રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.  જિલ્લા પ્રમુખ શ્રીમતી ક્રિષ્નાબેન ઠાકરે ઉપસ્થિત સૌ બહેનોનું શબ્દોથી સ્વાગત કર્યું હતું . મહાલક્ષ્મી મંદિર ટ્રસ્ટ તથા શ્રીમાળી બ્રાહ્મણ મહિલા મંડળ ના પ્રમુખ  શ્રી પૂનમબેન દવે તથા હર્ષ દિનેશભાઈ ત્રીવેદી દ્વારા કાર્યક્રમની સુંદર વ્યવસ્થા કરી આપવામાં આવી હતી, રાસ ગરબા બાદ બહેનોએ સમૂહમાં શ્રી મહાલક્ષ્મી માતાજીની આરતી વ્યકિતગત હાથમાં આરતી રાખી એક એક બહેને  મહાલક્ષ્મી માતાજી  આરતી કરી હતી  શ્રી મહાલક્ષ્મી મંદિર ટ્રસ્ટ દ્વારા બ્રહ્મ સમાજના બહેનોને માતાજીને ચડાવેલી સાડી પ્રસાદ રૃપે ભેટ આપવામાં આવી હતી, તથા નાસ્તો કરાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ ક્રિષ્નાબેન ઠાકર ની સાથે જાગૃતિ બેન પંડ્યા, હેમાબેન ઠાકર, કાજલબેન ઠાકર, શિલ્પાબેન જોશી, સ્નોહાબેન જોશી, વગેરે બહેનોએ જહેમત ઉઠાવી હતી. રાસગરબામાં જોડાયેલા બહેનોની તસ્વીર.

(1:55 pm IST)