Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

વીરપુર જય અંબે ગરબીમાં રાધાક્રિષ્ના અભિનય રાસે આકર્ષણ જમાવ્યું

વિરપુરઃ સમગ્ર રાજ્યભરમાં નવલી નવરાત્રીનો રંગ જામ્યો છે, સૌ કોઈ માં આદ્યશકિતની આરાધનામાં તરબોળ થઈ રહ્યા છે ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં જુના બસ સ્ટેન્ડ ચોકમાં શ્રી જય અંબે ગરબી મંડળની નાના બાળાઓ દ્વારા રાસ ગરબે ઘૂમીને પ્રાચીન અને અર્વાચીન તેમજ રાધા ક્રિષ્નાના અભિનય રાસ કરીને ભારે આકર્ષક જમાવ્યું છે અને નવલા નોરતાની માં જગત જનની જગદંબાની આરાધના કરવામાં હતી.

(1:54 pm IST)