Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

પોરબંદરમાં મુખ્યમંત્રીના હસ્તે લોકાપર્ણ થયેલી સીટી બસોમાં સીસીટીવી કેમેરા એલઇડી સ્ક્રીન જીપીએસ સુવિધાઓ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.૩: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે ગાંધી જયંતીએ સીટી બસ સુવિધાનું લોકાપર્ણ કરવમાં આવ્યું છે. આ સીટી બસો સીસીટીવી કેમેરા એલઇડી સ્ક્રીન તથા જીપીએસ સુવિધા ધરાવે છે.

મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિએ શ્રદ્ધાસુમન અર્પણ કરવા પહોંચેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે સીટી બ સેવાની ભેટ આપી છે. મુખ્યમંત્રીએ શહેરના શિતલા ચોક ખાતેથી ૧૩ નવી સીએનજી બસને લીલીઝંડી આપી આ પરિવહન સેવાનો પ્રારંભ કાવ્યો હતો. જેમાં ૧૧ બસ શહેરના જુદા જુદા વિસ્તારોમાં દોડશે તથા બે બસ પ્રવાસનું સ્થળોએલઇ જવા માટે ફાળવાઇ છે.

મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના હેઠળ પોરબંદર-છાયા નગર પાલિકા વિસ્તારના લોકોને આંતરિક પરિવહન મટે ૧૩ નવી બસની સેવા મળી  રહેશે. આ બસો સીએનજી હોવાથી પર્યાવરણ સામેના પ્રદુષણથી પણ બચી શકાશે. આ નવી ૧૩ સીએનજી બસ શહેરના મુખ્ય માર્ગોના જુદા - જુદા રૃટ તેમજ હેરિટેજ સ્થળો ઉપર પહોંચવા માટે પરિવહનની સેવા પુરી પાડશે. આ ૧૩ નવી બસમાં સીસટીવી કેમેરા, એઇલડી સ્ક્રીન ડિસ્પ્લે તથા એનાઉન્સમેન્ટ સિસ્ટમ સાથે જીપીએસ લોકેશન સહિતની અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. આ પ્રસંગે રાજયના કૃષિ મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઇ પટેલ નગરપાલિકાના પ્રમુખ સરજુભાઇ કારિયા, ધારાસભ્ય બાબુભાઇ બોખિરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ મોઢવાડિયા, કલેકટર અશોક શર્મા, જિલ્લા વિકાસ અધિારીરી નીનામા, ચીફ ઓફીસ મનન ચતુર્વેદી સહિતના પદાધિકારી અધિકારી અને નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા.

(1:52 pm IST)