Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

અમરેલીમાં યુવતિના આપઘાત કેસમાં પતિ-સાસુ-સસરાને ૧૦ વર્ષની સજા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૪ : અમરેલીના હનુમાનપરામાં સુરત સાસરે રહેતી રહેતી અને લગ્ન બાખ માત્ર અઢી માસના ટુંકા સમયમાં સાસરિયાના ત્રાસથી કંટાળી પીયર આવેલી યુવતી ભૂમિકાએ ગળાફાંસો ખાઇ અને આપઘાત કરી લીધો હતો. પોતાના પીયરમાં આવેલી ભૂમિકાએ આપઘાત કરી લેતા અમરેલી શહેર પોલીસમાં તેણીના પતિ હાર્દિક ભરતભાઇ કુબાવત સસરા ભરતભાઇ કુબાવત, અને સાસુ પ્રવિણાબેનની સામે તેણીના ભાઇ વિશાલે પોતાની બહેન ભૂમિકાને ત્રાસ આપી અને મરવા મજબુર કર્યાની ફરિફાદ નોંધાવી હતી આ કેસ અમરેલીની સેશન્‍સ કોર્ટમાં જિલ્લા ન્‍યાયાધીશશ્રી આર.ટી.વાચ્‍છાણી સમક્ષ ચાલી જતા તેમણે મરનારની સ્‍યુસાઇડ નોટ અને જિલ્લા સરકારી વકીલ શ્રી મમતાબહેન ત્રિવેદીની દલીલોને માન્‍ય રાખી અને ભૂમિકાના પતિ તથા સાસુ અને સસરાને ભૂમિકાને મરવા માટે મજબુર કરવા બદલ આઇપીસી ૩૦૬ અને એકબીજાને મદદ કરવાની કલમ ૧૧૪ મુજબ ૧૦ વર્ષને કેસ તથા પાંચ હજાર દંડ અને દહેજ પ્રતિબંધ ધારા હેઠળ એક વર્ષની સજા અને ત્રણ હજાર દંડ ફટકાર્યો હતો.

(1:51 pm IST)