Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

સાવરકુંડલા - લીલીયાની બજારોમાં કોંગ્રેસનાં પ્રચાર કરતા દુધાતને મળતો આવકાર

સાવરકુંડલા તા. ૪ : એક તરફ વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીઓ દરવાજે દસ્‍તક દઈ રહી હોય ત્‍યારે ભાજપના વિશાળ સંગઠન સામે કોંગ્રેસ પણ બેઠું થવાના પ્રયત્‍ન કરતી હોય તેમ ખુદ ગબ્‍બર ધારાસભ્‍યો મેદાનમાં આવી રહ્યા છે સાવરકુંડલા લીલીયા વિધાનસભા મતક્ષેત્રના કોંગી ધારાસભ્‍ય પ્રતાપ દુધાત દ્વારા આગામી ચૂંટણી ને અનુલક્ષીને ભાજપને ભરી પીવા સાવરકુંડલા લીલીયાની બજારોમાં નીકળી પડ્‍યા છે પ્રદેશ કોંગ્રેસે ૨૦૨૨ ની ચૂંટણીમાં પ્રજાને ૮ વચનો જાહેર કરીને કાળઝાળ મોંઘવારી, GST ની જંજટ, ગેસના મોંઘા ભાવના સિલિન્‍ડર અને કન્‍યાઓ માટે ફ્રી શિક્ષણ સહિતના ૮ મુદ્દાઓ  રાજ્‍યની જનતા સુધી પહોંચાડવા કોંગ્રેસ કમર કસતી હોય ત્‍યારે કોંગી ધારાસભ્‍ય પ્રતાપ દુઘાત દ્વારા બજારોમાં વેપારીઓને મળી ને ૮ મુદ્દાની પત્રિકા વેચી હતી ને વેપારીઓએ પણ કોંગી ધારાસભ્‍ય દુધાત અને કોંગી નેતાઓને હર્ષથી વધાવ્‍યા હતા ને આગામી ચૂંટણીઓમાં જો કોંગ્રેસની સરકાર આવશે તો અન્‍ય પાર્ટીઓ જેમ ખાલી વચનો નહિ પણ નક્કર કામગીરી કરવાની ખાત્રી કોંગ્રેસ ના નેતાઓ આપતા હતા.

સાવરકુંડલાની ઉભી બજારમાં વેપારીઓ સાથે રસ્‍તે નીકળતા રાહદારીઓને પણ કોંગ્રેસ નેતાઓએ સમજણ આપીને આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસ તરફી મતદાન કરવાનો અનુરોધ કરીને મોંઘવારી ના રાક્ષસ ને નાથવા કોંગ્રેસ ને મત આપવાની વાત કરતા હતા જ્‍યારે કાળઝાળ મોંઘવારી અને ગેસના બાટલા ના ભાવોથી ભડકેલી મહિલાઓએ કોંગી ધારાસભ્‍ય પ્રતાપ દુધાત સમક્ષ હૈયા વરાળ ઠાલવતા મોંઘવારીથી ઘરનો ચૂલો ચલાવવો મુશ્‍કેલ બન્‍યો હોવાનું બિન્‍દાસ કહી રહી હતી ને કોંગ્રેસને ડોર ટુ ડોર પ્રચારમાં સારો પ્રતિસાદ મળી રહ્યો હતો કોંગ્રેસના આ કાર્યક્રમમાં ધારાસભ્‍ય પ્રતાપ દુધાત, પ્રદેશ લઘુમતી સેલના મહામંત્રી ઇકબાલભાઈ ગોરી,  કનુભાઈ ડોડીયા સાવરકુંડલા શહેર કોંગ્રેસ પ્રમુખ, હસુભાઈ સૂચક, મહેશભાઈ જયાણી જિલ્લા કૉંગ્રેસ મહામંત્રી,સાવરકુંડલા શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ, નાસીરભાઈ ચૌહાણ, કિરીટભાઈ દવે, ભરતભાઈ માનસેતા, વિજયભાઈ રાઠોડ, ભુપતભાઈ ચુડાસમા, રાજેભાઈ ચૌહાણ, અશોકભાઈ ખુમાણ, જીગ્નેશભાઈ ભરાડ, ચિરાગભાઈ વાઘ, તેમજ અન્‍ય કાર્યકર્તાઓ દ્વારા આ પ્રદેશ કોંગ્રેસના ૮ વચનની પત્રિકાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.(

(1:50 pm IST)