Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

રાજુલા વિસ્‍તારમાં વાયર ટ્રાન્‍સફોર્મર ઉભા કરવા માંગ

રાજુલા, તા. ૪ : રાજુલા જાફરાબાદ ખાંભા વિધાનસભા વિસ્‍તારમાં તાકીદે પી.જી.વી.સી.એલ.ના નવા કોટેશન કાઢેલા ખેડૂતોને વીજપોલ વાયર ટ્રાન્‍સફોર્મર  ઊભા કરવા બાબતે રાજુલાના ધારાસભ્‍ય અંબરીષભાઈ ડેર દ્વારા ઉર્જા મંત્રીને રજૂઆત કરાઈ છે.

પત્રમાં જણાવાયુ હતું કે રાજુલા વિધાનસભા મત વિસ્‍તારમાં અસંખ્‍ય ખેડૂતોએ ખેતીવાડીના નવા કનેક્‍શન માટે માંગણી કરેલ અને તેઓના નવા ખેતીવાડી કનેક્‍શન ઘણા સમયથી મંજૂર પણ થયેલ છે અને ખેડૂતો એ નવા કોટેશનના રૂપિયા પણ સરકારમાં ભરી આપેલ છે.ખેડૂતો ની માંગણી વાળા સ્‍થળ ઉપર વીજ વાયર પોલ કે ટ્રાન્‍સફોર્મર ઉભા કરવાની કામગીરી માણસોની તંગીના કારણે ધીમી ગતી એ કામ ચાલી રહ્યું છે  હાલ વરસાદની તંગી હોય અને ખેડૂતોનો શિયાળુ પાક સુકાઈ રહ્યો હોય જેથી રાજુલા વિધાનસભા મત વિસ્‍તારના ખેડૂતો પી.જી.વી.સી.એલ કચેરીમાં ખેતીવાડીની લાઈન ઊભી કરવા માટે ધક્કા ખાઈ રહ્યા હોય તાકીદે વધુ માણસોની ટીમ મૂકી અને ખેડૂતોને તાકીદે ખેતીવાડીનો પાવર ચાલુ કરાવવા સંલગ્ન અધિકારીઓને સૂચના આપવા વિનંતી છે.

(1:48 pm IST)