Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

લાઠી બાબરા દામનગર સહિત અમરેલી જીલ્લાના ૧૪૭- ગામોમાં ૩૧મી સુધીમાં સ્ટેચ્યુ ઑફ યુનિટી થઈ જશે તૈયાર

(દિપક કનૈયા દ્વારા) બાબરા,તા.૪ : લાઠી બાબરા વિસ્તારના ચમારડી ગામના પનોતા પુત્ર ભામાશા તરીકે ઓળખતા ગોપાલભાઈ વસ્તરપરાએ વતન માટે ઉંમદા વિચારોથી આગામી  સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૭ જન્મ જંયતિ નિમિતે લાઠી બાબરા દામનગર સહિત અમરેલી જીલ્લાના ૧૪૭-ગામોમાં આબેહૂબ સ્ટેચ્યુ ઑફ યુનિટીનું અનાવરણ કામ ૩૧-ઓકટોબર સુધીમાં પુર્ણ થશે ૩૧-ઓકટોબરે સ્ટેચ્યુ ઑફ યુનિટીનું ગામડે ગામડે લોકાર્પણ થશે ૩૧- ઓકટોબરે સરદાર પટેલની જન્મ જંયતિ હોવાથી સ્ટેચ્યુ ઑફ યુનિટીને ખુલ્લું મુકવામાં આવશે વિવિધ રાજકીય ક્ષેત્રેના મહાનુભાવોના  લોકાર્પણ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવી રહ્યા છે સરદાર પટેલની પૂરા આઠ ફૂટ કદની આબેહૂબ પ્રતિમાંનું  સ્થાપિત કરવાનું ૭૦-કરતા  વધુ ગામોમાં કામ પૂર્ણ થઈ ગયું છે ગોપાલભાઈ વસ્તરપરાએ વધુ જણાવ્યું હતું કે સમાજના યુવાનો વડીલો દ્વારા સરદાર સાહેબના જીવનમાંથી પ્રેરણા મેળવી દરેક સમાજના યુવાનો આગળ વધે અને ભારત દેશમાં એકતા,અખંડિતા તથા સમાજના કચડાયેલા લોકોને ન્યાય મળી રહે તેવા ઉમદા હેતુઓ સાથે અમરેલી જીલ્લામાં દરેક ગામોમાં સરદાર પટેલની પ્રતિમાં આકાર પામશે અને હાલ ચમારડી ગોપાલભાઈ વસ્તરપરાના રાધે ફાર્મ ખાતે ૪૦ કરતા વધુ પ્રતિમાં લાવવામાં આવી છે જે લાઠી બાબરા દામનગર સહિત અમરેલી જિલ્લા માંથી મોટી સંખ્યામાં કાર્યકરો દ્વારા લઈ જવામાં આવી રહી છે ત્યારે આગામી ૩૧-ઓકટોબર સુધીમાં સરદાર પટેલની  પ્રતિમાંનું અનાવરણ કરવાની કામગીરી ગામડે ગામડે સર્વ સમાજના આગેવાનો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

(1:48 pm IST)